Mehsana: મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......
Mehsana News: પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Crime News: વિસનગરના ઉમતા ગામ નજીક રવિવારે વહેલી સવારે નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળ્યો હતો. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતહેદોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે સંબંધ બંધાયા હતા. યુવતી ગિફ્ટના બહાને ઘરેથી નીકળી હતી અને બાદમાં આપઘાત કરી લીધો હતો. તેણે કયા કારણોસર આવું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.
યુવક રહેતો હતો બહેન સાથે
પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દોડી આવતા તપાસમાં યુવક મુળ ઇન્દોરનો અને યુવતી સુઢીયા ગામની હોવાનું સામે આવ્યું હતું. દી પટમાં આપઘાત કરનાર 24 વર્ષીય જીતેન્દ્ર બાબુલાલ શર્મા જે મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતા ખાતે બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો અને વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે યુવતી મૂળ સુઢીયા ગામની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગિફ્ટ લેવાના બહાને યુવતી ઘરેથી નીકળીને
સુંઢિયા ગામની અને હાલ પોતાના પરિવાર સાથે રહેતી યુવતી વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. જે શનિવારે સાંજે 5 કલાકે પોતાના ઘરેથી બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું એમ કહી નીકળ્યા બાદ ઘરે પરત ફરી નહોતી. રવિવારે વહેલી સવારે યુવતીની આવી હાલતમાં લાશ મળતા પરિવાર શોકમય બની ગયો હતો. બંને પ્રેમીઓએ દોરડા વડે ગળેફાંસો ખાઈ એક સાથે મોત વ્હાલું કર્યું હતું.