(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવાજુની? અજીત પવાર જુથ પાડશે ખેલ?
હવે ફરી એકવાર રાજકીય ઘટનાક્રમ ઘટ્યો છે જેને લઈને વધુ એકવાર નવાજુની થવાની શક્યતા ઉભી કરી છે.
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય હલચલનો જાણે અંત જ નથી આવી રહ્યો. હવે ફરી એકવાર રાજકીય ઘટનાક્રમ ઘટ્યો છે જેને લઈને વધુ એકવાર નવાજુની થવાની શક્યતા ઉભી કરી છે. આજે રવિવારે અજિત પવાર અને તેમના જૂથના ઘણા નેતાઓ શરદ પવારને મળવા પહોંચ્યા હતા. આશ્ચર્ય જનક બાબત એ છે કે, શરદ પવારને મળવા જનારા અજીત પવાર જુથના આ નેતાઓમાં પ્રફુલ્લ પટેલનો પણ સમાવેશ થાય છે. આ બેઠક વાયબી ચવ્હાણ સેન્ટરમાં થઈ હતી.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉત્તેજના અટકવાનું નામ નથી લઈ રહી. એનસીપીમાં ભારે ઉથલપાથલ વચ્ચે અજિત પવારનો જૂથ રવિવારે બપોરે શરદ પવારને મળવા પહોંચી ગયા હતાં. શરદ પવારને મળવા માટે NCPના નેતાઓ હસન મુશ્રીફ અને દિલીપ વાલસે પાટીલ મુંબઈના YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા. આ દરમિયાન એનસીપીના શરદ પવાર જૂથના નેતાઓ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ પણ વાયબી ચવ્હાણ કેન્દ્ર પહોંચ્યા છે. એનસીપી શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે આ બેઠક પર કહ્યું કે મને સુપ્રિયા સુલેનો ફોન આવ્યો અને તેમણે મને વાયબીને મળવા કહ્યું હ્તું. ચવ્હાણે કેન્દ્ર સુધી પહોંચવાનું કહ્યું કે, મને ખબર નથી કે અજિત પવાર અને અન્ય ધારાસભ્યો અહીં કેમ આવ્યા છે?
#WATCH | Ajit Pawar faction leaders Hasan Mushrif and Dilip Walse Patil reach YB Chavan Centre in Mumbai to meet NCP President Sharad Pawar pic.twitter.com/0qrKeAja5b
— ANI (@ANI) July 16, 2023
અજિત તેમના કાકીને મળવા શરદ પવારના ઘરે ગયા હતા
આ પહેલા અજિત પવાર પણ તેમની કાકીને મળવા ગયા હતા. આ મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું હતું કે, અમારી પરંપરા છે કે અમે પરિવારને મહત્વ આપીએ છીએ. આ મારા માતા-પિતાએ શીખવ્યું હતું. મને મારા પરિવારને મળવાનો અધિકાર છે અને મારી કાકી હોસ્પિટલમાં દાખલ છે, તેથી હું તેને મળવા ગયો હતો.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, શરદ પવારે તેમને શિક્ષણ વિભાગને લગતો એક પત્ર પણ આપ્યો હતો જે 2021-22 માટે છે. તેમણે કહ્યું હતું કે, શરદ પવાર તેમના માટે પ્રેરણા અને સન્માન છે.
2 જુલાઈના રોજ, અજિત પવાર અને તેમના જૂથના ઘણા ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન સરકારમાં જોડાયા હતાં. ત્યારથી કાકા-ભત્રીજા વચ્ચે પાર્ટી પર કબજો મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. 5 જુલાઇએ બંને જૂથોએ બેઠક યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ રાજકીય બળવા બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી. શરદ પવારના પત્ની પ્રતિભા પવારને ગયા શુક્રવારે સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અજીત તેમને મળવા જ તેના ઘરે ગયા હતા. જ્યારે અજીત જૂથના છગન ભુજબળે પણ પ્રતિભા પવારના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ મંત્રી બેઠક માટે પહોંચ્યા હતા
પ્રફુલ પટેલ
અજિત પવાર
છગન ભુજબળ
અદિતિ તટકરે
હસન મુશ્રીફ
ધનંજય મુંડે
દિલીપ વાલસે પાટીલ
સંજય બનસોડે
સુનિલ તટકરે