શોધખોળ કરો
Advertisement
Covid19: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 4878 કેસ નોંધાયા, 245 લોકોના મોત
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 4878 કેસ નોંધાયા છે, જ્યારે 245 લોકોના મોત થયા છે.
મુંબઈ : સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 4878 કેસ નોંધાયા છે, જ્યારે 245 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં આજે વધુ 4878 કોરોના કેસો નોંધાયા છે. અહીં કુલ કોરોના કેસોની સંખ્યા 1,74,761 છે, જેમાંથી કુલ 75,979 સક્રિય કેસો નોંધાયેલા છે. આજે કોરોના વાયરસને વધુ 245 લોકોના મોત થયા છે જેમાં 95 છેલ્લા 48 કલાકમાં થયા છે, જ્યારે 150 અગાઉના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં આજે વધુ 1951 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 90911 દર્દીઓ સાજા થયા છે. તો સ્વસ્થ થવાના દરની વાત કરીએ તો અહીં આ દર 52.02 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 9,66,723 કોરોના ટેસ્ટ કરાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની આંકડો 1,74,761 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 7855 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
દેશ
Advertisement