શોધખોળ કરો

દેશના આ મોટા શહેરમાં 15 જુલાઈ સુધી લગાવવામાં આવી કલમ 144, જાણો વિગત

મુંબઈ પોલીસ તરફથી લોકોને જરૂરી કામની સ્થિતિમાં જ ઘરની બહાર નીકળવાનો આદેશ કર્યો છે.

મુંબઈઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે સંક્રમિત રાજ્યોના લિસ્ટમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં પણ માયાનગરી મુંબઈમાં જ કેસની સંખ્યા સૌથી વધારે છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 77 હજારને વટાવી ગઈ છે, જેને લઈ પોલીસ કમિશ્નરે 15 જુલાઈ સુધી કલમ 144 લાગુ કરી છે. મુંબઈમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 2000 આસપાસ મામલા આવે છે. આ સ્થિતિને જોતા  મુંબઈ પોલીસ કમિશ્નર પ્રણય અશોક દ્વારા કલમ 144 લાદવામાં આવી છે. આદેશ ધાર્મિક સ્થાન પર કેટલીક શરતો સાથે લાગુ થશે. મુંબઈ પોલીસ તરફથી લોકોને જરૂરી કામની સ્થિતિમાં જ ઘરની બહાર નીકળવાનો આદેશ કર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કલમ 144 શાંતિ જાળવી રાખવા કે કોઈ ઈમરજન્સી સ્થિતિથી બચાવવા માટે લગાવવામાં આવે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા, સ્વાસ્થ્ય સંબંધિત ખતરા કે દંગાની આશંકા હોય ત્યાં કલમ 144 લગાવવામાં આવે છે. કલમ લાગુ કરવા માટે જિલ્લા અધિકારી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. કલમ 144ને બે મહિનાથી વધારે સમય સુધી ન લગાવી શકાય. જો રાજ્ય સરકારને લાગે કે વ્યક્તિના જીવનનો ખતરો ટાળવા કે કોઈ દંગાને રોકવા તેની જરૂર છે તો સમયગાળો વધારી શકાય છે. પરંતુ આ સ્થિતિમાં કલમ-144 લાગુ થયાની શરૂઆતની તારીખથી છ મહિનાથી વધારે સમય સુધી ન લગાવી શકાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?

22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?
'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત, હાર્ટ અટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ

2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Embed widget