કોરોનાની ગાઇડ લાઇનનો લગ્નમાં થયો ભંગ, પોલીસ આવતા જ દુલ્હા-દુલ્હન દોડીને સંતાઇ ગયા ATMમાં ને પછી.........
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે લગ્ન સમારોહમાં 50થી વધારે લોકોને આમંત્રિત કરવા પર પાબંદી લગાવવામાં આવી છે, ત્યારે નાસિકમાં લગ્ન સમારોહ દરમિયાન તમામ ગાઈડ લાઈન અને નિયમોને નેવે મુકવામાં આવ્યા હોવાની ઘટના ઘટી. અહીં લગ્નમાં 50થી વધુ લોકો ભેગા થયા અને કોઇએ માસ્ક પણ નહોતા પહેર્યા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસા કારણે મહારાષ્ટ્રમાં કેટલીય જગ્યાઓ પર લૉકડાઉન તથા નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ રાજ્યમાં કેટલાક જિલ્લાઓ એવા છે, જ્યાં રેકોર્ડ તોડ કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. કોરોનાના વધતા કેસોએ સરકારની ચિંતા વધારી છે, અને આના કારણે પોલીસ પણ કોરોનાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરી રહી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામં એક લગ્ન સમારોહમાં કોરોના ગાઇડલાઇન્સના ઉલ્લંઘન કરવાની ઘટના સામે આવી છે. ખાસ વાત છે જ્યારે પોલીસ લગ્ન સમારોહમાં પહોંચી તો ત્યાં દુલ્હા અને દુલ્હન સહિત તમામ જાનૈયાઓ ભાગવા લાગ્યા હતા. જોકે, પોલીસે બાદમાં કાર્યવાહી કરીને પકડી પાડ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે લગ્ન સમારોહમાં 50થી વધારે લોકોને આમંત્રિત કરવા પર પાબંદી લગાવવામાં આવી છે, ત્યારે નાસિકમાં લગ્ન સમારોહ દરમિયાન તમામ ગાઈડ લાઈન અને નિયમોને નેવે મુકવામાં આવ્યા હોવાની ઘટના ઘટી. અહીં લગ્નમાં 50થી વધુ લોકો ભેગા થયા અને કોઇએ માસ્ક પણ નહોતા પહેર્યા.
કોરોનાના ગાઇડલાઇનનું ઉલ્લંઘન થવાના જાણ પોલીસને થતાં જ ત્યાં અચાનક પોલીસ પહોંચી ગઇ હતી. લગ્ન સમારોહ ચાલુ હતો અને દુલ્હા દુલ્હનની પરણવાની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈને લગ્નમાં આવેલા તમામ મહેમાનો અને જાનૈયાઓ હોટલમાંથી નીકળીને રસ્તા પર ભાગવા લાગ્યા હતા.
પરંતુ જ્યારે પોલીસ વરરાજા પાસે આવી તો વરરાજા પોતાની દુલ્હનને લઈને દોડયા અને એક એટીએમમાં જઇને સંતાઇ ગયા હતા. બાદમાં પોલીસે તમામને પકડી લીધા અને કાર્યવાહી કરતા દરેક આમંત્રિતને 5000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ લગ્ન નાસિક સહિત આખા દેશમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં દેશમાં મહારાષ્ટ્ર સૌથી ટૉપ પર છે. મહારાષ્ટ્રમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યાં છે.