શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર સરકારની માગ- 15 મે સુધી લોકડાઉન વધ્યું તો કેન્દ્ર સરકાર પ્રવાસી મજૂરો દોડાવે વિશેષ ટ્રેન
લોકડાઉનથી સૌથી વધારે મુશ્કેલીનો અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરોને થઈ રહ્યો છે.અંદાજે 6 લાખ પ્રવાસી મજૂરોને રાજ્ય સરકાર તરફતી બનાવવામાં આવેલ રાહેત કેમ્પમાં ભોજન, દવા અને રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ત્યારે તેનો રોકવા માટે ઘણાંખરા દેશોએ લોકડાઉનની જાહેરાત કરી રાખી છે. એવામાં ભારતમાં પહેલા 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે તેને વધારીને 3 મે કરવામાં આવી છે. લોકડાઉનથી સૌથી વધારે મુશ્કેલીનો અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરોને થઈ રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખીને આ મજૂરો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માગ કરી છે.
મહારાષ્ટ્રમાં પણ બીજા રાજ્યોથી આવેલા હજારો મજૂરો ફસાયેલા છે. હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રવાસી મજૂરોને તેના મૂળ સ્થાન પર વિશેષ ટ્રેન દ્વારા પહોંચાડવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સીએમ ઠાકરેએ પીએમ મોદી પાસે માગ કરી છે કે આ મામલે એપ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તરફતી ગાઇડલાઈન્સ બહાર પાડવામાં આવે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અંદાજે 6 લાખ પ્રવાસી મજૂરોને રાજ્ય સરકાર તરફતી બનાવવામાં આવેલ રાહેત કેમ્પમાં ભોજન, દવા અને રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે આવા સમયે તેઓ પોતાનાઘર અને પરિવારોથી દૂર રહેવાનું તેમના માટે ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે.
આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે મુંબઈ અને પુણેન વિસ્તાર માટે લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય રદ્દ કર્યો હતો કારણકે લોકો જવાબદારીથી વ્યવહાર કરી રહ્યા ન હતા. રાજ્યના અન્ય ભાગમાં આંશિક છૂટ યથાવત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion