શોધખોળ કરો
મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપે શિવસેનાને આપી 122 સીટોની ઑફર, સીટોની જાહેરાત 30 સપ્ટેમ્બરે થશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં 21 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે, જ્યારે 24 ઓક્ટોબરે પરીણામ આવશે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે શિવસેના અને ભાજપ વચ્ચે સીટોની વહેંચણી પર નિર્ણય થઈ ગયો છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રી અમિત શાહે કોર કમિટીની બેઠકમાં ગઠબંધનને લીલી ઝંડી આપી દીધી છે અને 30 સપ્ટેમ્બરે ગઠબંધનના સીટોની વહેંચણીની જાહેરાત થઈ શકે છે. આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સામે શિવસેના સાથે થયેલી વાત રજુ કરી હતી. સૂત્રો અનુસાર સીટોની વહેંચણી પર જે ફૉર્મ્યૂલા પર શિવસેના સાથે ચર્ચા થઈ હતી તેને અમિત શાહે મંજૂરી આપી દીધી છે. શિવસેનાને 122 સીટો અને 2020માં વિધાન પરિષદની ત્રણ સીટો આપવાનો પ્રસ્તાવ છે જેમાં શિવસેના માની શકે છે. સીટોની વહેંચણીની જાહેરાત 29-30 સપ્ટેમ્બરે થઈ શકે છે. લોકસભા પહેલા જ શિવસેના અને ભાજપ વચ્ચે વિધાનસભામાં 50-50ની ફોર્મ્યૂલા નક્કી કરી હતી. જો કે હાલની સ્થિતિમાં ભાજપ એવું માને છે કે તેને વધુ સીટો મળવી જોઈએ પરંતુ શિવસેના તેણે નક્કી કરેલા ફોર્મ્યૂલા પર અડગ છે. 120ના પ્રસ્તાવ પર શિવસેનાએ જવાબ આપ્યો છે કે તેમને 10-20 સીટો વધુ જોઈએ એટલે કે 130-140 વચ્ચે સીટ માંગી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં 21 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે, જ્યારે 24 ઓક્ટોબરે પરીણામ આવશે.
વધુ વાંચો





















