શોધખોળ કરો
Advertisement
બુરહાન બાદ મહમૂદ ગઝનવીને બનાવાયો હિજબુલ મુજાહિદીનનો નવો કમાંડર
શ્રીનગર: બુરહાન વાનીના માર્યા ગયા બાદ પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીને પોતાની કશ્મીરી કેડરને એક રાખવા માટે મહમૂદ ગઝનવીને ઓપરેશનલ કમાંડર નિયુક્ત કર્યો છે. હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીને પાકિસ્તાનના કબજા વાળા કશ્મીરમાં મુઝફ્ફરાબાદમાં મંગળવારે હિબ્જની કમાંડ કાઉંસિલ મીટિંગ પણ બોલાવી હતી.
બેઠકમાં બુરહાનને શ્રદ્ધાંજલિ આપતા કમાંડરોની સર્વસંમતિથી કશ્મીરના મહમૂદ ગઝનવીને ઓપરેશનલ કમાંડર નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. સલાહુદ્દીનને હાલ પાક અધિકૃત કશ્મીરને પોતાનું ઠેકાણુ બનાવ્યુ છે. કહેવાય છે કે બુરહાન સલાહુદ્દીનનો ખાસ હતો.
સૈયદ સલાહુદ્દીને કહ્યું કે અમે બુરહાનના બલિદાનને બર્બાદ નહિ થવા દઈએ. બુરહાનના મિશનને અંત સુધી પહોંચાડશું. તેણે કહ્યું કે હિજ્બ 13 જુલાઈના રોજ પાક અધિકૃત કશ્મીરના મુઝફ્ફરાબાદમાં એક કાર્યક્રમ થશે. જેમાં સંયુક્ત જિહાદ પરિષદ અને હુર્રિયત કોંફ્રંસના નેતા પણ ભાગ લેશે.
હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર બુરહાન વાની એન્કાઉંટરમાં માર્યો ગયો. જે બાદ કશ્મીરમાં હિંસક પ્રદર્શન થયા જેમાં 33 લોકોના મોત થયા છે. જ્યારે 1400 લોકો ઘાયલ થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જમ્મુ અને કશ્મીર હિંસાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. તે સાથે જ તેમણે ઘાટીમાં શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement