શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Coronavirus Test: ICMR એ આપી મંજૂરી, આ સ્વદેશી એક કિટથી થશે 100 દર્દીનો ટેસ્ટ, જાણો વિગત

પુણેની ફર્મ માયલેબને તેની જવાબદારી સોંપવામાં આવી છે. માયલેબે એક સપ્તાહમાં એક લાખ કિટ તૈયાર કરવાનો વાયદો કર્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક પણ 10 પર પહોંચ્યો છે. ગઈકાલે જ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં 100નો વધારો થયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે કોરોના વાયરસના ટેસ્ટ માટે Made In India ટેસ્ટ કિટને મંજૂરી આપી છે. કઈ લેબને કિટ તૈયાર કરવાની મળી મંજૂરી પુણેની ફર્મ માયલેબને તેની જવાબદારી સોંપવામાં આવી છે. માયલેબે એક સપ્તાહમાં એક લાખ કિટ તૈયાર કરવાનો વાયદો કર્યો છે. કંપનીના દાવા પ્રમાણે એક કિટથી 100 દર્દીનો ટેસ્ટ કરી શકાય છે. માત્ર દોઢ મહિનામાં જ તૈયાર કરી કિટ માયલેબે 6 સપ્તાહમાં જ સ્વદેશી કિટ તૈયાર કરી છે. જેના દ્વારા એક સપ્તાહમાં એક લાખ કિટનું નિર્માણ કરી શકાય છે. માયલેબ જે કિટ તૈયાર કરશે તેનો ખર્ચ વિદેશી કિટની સરખામણીએ માત્ર 25 ટકા જ હશે. માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના અધિકારીના જણાવ્યા મુજબ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના સમર્થનથી COVID-19 ટેસ્ટ માટે કિટને રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે. જેને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની મંજૂરી મળી છે. ગુજરાત સહિત દેશમાં કુલ 12 ખાનગી લેબને ટેસ્ટની મળી મંજૂરી સરકારે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને કુલ 12 નવી ખાનગી લેબોરેટરીને કોરોના વાયરસ ટેસ્ટની મંજૂરી આપી છે. 12માંથી મહારાષ્ટ્રમાં 5, હરિયાણા અને તમિલનાડુમાં 2-2, દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં 1-1 લેબને મંજૂરી આપવામાં આવી છે. કયા રાજ્યમાં ક્યાં આવી છે લેબ ગુજરાતઃ અમદાવાદમાં આવેલી યુનિપથ સ્પેશિયાલિટી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. આ લેબ 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આવેલી છે. દિલ્હીઃ લાલ પેથ લેબ્સ, બ્લોક ઈ, સેક્સન 18, રોહિણી હરિયાણાઃ (1) સ્ટાન્ડર્ડ લાઇફ સાયન્સિસ, એ-17, સેક્ટર 34, ગુરુગ્રામ (2) એસઆરએલ લિમિટેડ, જીપી 26, સેક્ટર 18, ગુરુગ્રામ કર્ણાટકઃ ન્યૂબર્ગ આનંદ રેફરન્સ લેબોરેટરી, આનંદ ટાવર, 54, બૌરિંગ હોસ્પિટલ રોડ, બેંગ્લોર મહારાષ્ટ્રઃ (1) થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ, ડી37/1, ટીટીસી એમઆઈડીસી, તુર્ભે, નવી મુંબઈ (2) સબઅર્બન ડાયગ્નોસ્ટિક્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, સનશાઈન બિલ્ડિંગ, અંધેરી(વેસ્ટ), મુંબઈ (3) મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડ, યુનિટ નંબર 409-416, ચોથા માળે, કોમર્શિયલ બિલ્ડિંગ-1, કોહિનૂર મોલ, મુંબઈ (4) સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, મોલેક્લુર મેડિસિન, રિલાયન્સ લાઇફ સાયન્સ પ્રા. લિમિટેડ, આર-282, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નવી મુંબઈ (5) એસઆરએલ લિમિટેડ, પ્રાઇમ સ્કવેર બિલ્ડિંગ, પ્લોટ નંબર 1, ગાઇવાડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, એસવી રોડ, ગોરેગાંવ, મુંબઈ તમિલનાડુઃ (1) ડિપાર્ટમેટ ઓફ ક્લિનિકલ વાયરોલોજી, જીએમસી, વેલ્લોર (2) ડિપાર્ટમેન્ટ ઓફ લેબોરેટરી સર્વિસેઝ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ચેન્નઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget