શોધખોળ કરો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ કહ્યું, "મોદીજી, તમે ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળના ભણેલા લોકોને નહીં"; ભાજપે આને ગુજરાતીઓનું અપમાન ગણાવી કોંગ્રેસને ઘેરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતને અભણ ગણાવ્યું.
  • ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય વિવાદ શરૂ થયો.
  • ભાજપે આને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું.
  • ગુજરાત કોંગ્રેસને પણ આ મુદ્દે પડકાર ફેંકાયો.

કેરળમાં આગામી 9 એપ્રિલ, 2026 ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટે અત્યારે ત્યાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે (5 એપ્રિલ) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન આપ્યું છે, જેને કારણે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે. પોતાના ભાષણ દરમિયાન ખડગેએ ગુજરાતની પ્રજાને સીધી રીતે 'અશિક્ષિત અને અભણ' ગણાવી દીધી છે. તેમના આ નિવેદન બાદ ભાજપ પણ મેદાનમાં આવ્યું છે અને આને સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.

શું હતો ખડગેનો બફાટ?

કેરળમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમણે ગુજરાતની પ્રજાનું અપમાન કરી દીધું.

ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું કે, "કેરળના લોકોને ગેરમાર્ગે દોરવાનું કે ભટકાવવાનું કામ ન કરશો. અહીંના લોકો ખૂબ જ હોંશિયાર અને ભણેલા ગણેલા છે. મોદીજી અને વિજયન (કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી."

તેમણે આગળ કહ્યું કે, "કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા પણ મોકલી રહ્યા છે."

ભાજપે ઉઠાવ્યો મોટો વાંધો, ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું

ખડગેના આ નિવેદનનો વીડિયો સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે.

ધવલ પટેલે સવાલો ઉઠાવતા કહ્યું કે, "કોંગ્રેસના નેતાના દિલમાં ગુજરાતીઓ પ્રત્યે કેટલી હદે નફરત ભરેલી છે, તે આજે ફરી એકવાર જાહેરમાં છતું થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓ અવારનવાર ગુજરાત અને ગુજરાતીઓ વિશે આવા હલકા નિવેદનો કરતા હોય છે."

ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખુલ્લો પડકાર

માત્ર મલ્લિકાર્જુન ખડગે જ નહીં, પરંતુ ધવલ પટેલે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ ઘેર્યા છે. તેમણે કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર ફેંકતા પૂછ્યું છે કે, "તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અભણ કહી રહ્યા છે, ત્યારે હવે તમારે નક્કી કરવાનું છે કે તમે ગુજરાત અને ગુજરાતીઓની સાથે છો કે પછી આવી નફરત ફેલાવતી કોંગ્રેસ પાર્ટીની સાથે?"

Frequently Asked Questions

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતા વિશે શું નિવેદન આપ્યું?

કેરળમાં એક જનસભામાં બોલતા, ખડગેએ ગુજરાતની જનતાને 'અશિક્ષિત અને અભણ' ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન મોદી કેરળના લોકોને મૂર્ખ બનાવી શકે નહીં, જ્યારે ગુજરાતના અભણ લોકોને બનાવી શકે છે.

ખડગેના નિવેદન પર ભાજપની શું પ્રતિક્રિયા હતી?

ભાજપે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે. ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા ધવલ પટેલે કહ્યું કે આ નિવેદન ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસની નફરત દર્શાવે છે.

શું ખડગેએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ પડકાર્યા હતા?

હા, ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરીને પૂછ્યું કે શું તેઓ ગુજરાત અને ગુજરાતીઓની સાથે છે કે નફરત ફેલાવતી કોંગ્રેસ પાર્ટીની સાથે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Embed widget