શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોબાઈલ એપથી થઈ મિત્રતા, ગર્લફ્રેન્ડને બર્થ ડે ગિફ્ટ આપવા બેંગ્લુરુથી આવ્યો યુપી ને પછી......
બે દિવસ પહેલા યુવતીનો બર્થ ડે હોવાથી તેને મળવા આવ્યો હતો. તે ફ્લાઇટ બુક કરાવીને એક સોફ્ટ ટોય, ચોકલેટ તથા મીઠાઈ લઈને લખનઉ પહોંચ્યો
બેંગ્લુરુઃ પ્રેમ માટે વ્યક્તિ કોઇપણ હદ સુધી જઈ શકે છે. આવો જ કિસ્સો બેંગ્લુરુમાં સામે આવ્યો છે. મોબાઇલ એપથી યુવતી થયેલી મિત્રતા બાદ યુવક તેને ગિફ્ટ આપવા ફ્લાઇટમાં બેસીને આવ્યો હતો. પરંતુ યુવતીના પરિવારજનોએ તેને ઝડપી લીધો હતો અને ફટકાર્યો હતો. ઉપરાંત તેને પોલીસને સોંપી દીધો હતો.
ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પખરા ગામનો સલમાન અંસારી કર્ણાટકના બેંગ્લુરુમાં એસી મિકેનિક તરીકે કામ કરે છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, સાત હમિના પહેલા લખીમપુરની કિશોરી સાથે ઓનલાઈન એપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે યુવતીનો મોબાઇલ નંબર લઇ લીધો હતો અને અવાર નવાર વાતો કરતા હતા.
બે દિવસ પહેલા યુવતીનો બર્થ ડે હોવાથી તેને મળવા આવ્યો હતો. તે ફ્લાઇટ બુક કરાવીને એક સોફ્ટ ટોય, ચોકલેટ તથા મીઠાઈ લઈને લખનઉ પહોંચ્યો. જ્યારે તે યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે તે મુસ્લિમ હોવાની ખબર પડતાં જ પડોશીએ એકઠાં થઈ ગયા હતા.
જે બાદ તેને પકડી લેવામાં આવ્યો અને ફટકાર્યો. તેની પાસેથી 1600 રૂપિયા રોકડા અને લખનઉ-બેંગ્લુરુની એર ટિકિટ મળી આવી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમને યુવકથી ખતરો છે તેમ છતાં ફરિયાદ નોંધાવવા નથી માંગતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion