Manipur Case : મણિપુરમાં મહિલાઓ સાથે બર્બરતાને લઈ ઉકળી ઉઠ્યાં CJI
મણિપુરમાં થયેલી હિંસા અને મહિલાઓ સામેની ક્રૂરતાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતાં. સંસદથી લઈને સડક સુધી આ ઘટનાને લઈને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
Supreme Court On Manipur Viral Video: મણિપુરમાં થયેલી હિંસા અને મહિલાઓ સામેની ક્રૂરતાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતાં. સંસદથી લઈને સડક સુધી આ ઘટનાને લઈને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે અકરૂ વલણ અપનાવ્યું હતું. આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડે સરકારને આકરા સવાલો કર્યા હતા.
CJI) DY ચંદ્રચુડે સરકાર પ્રત્યે આકરૂ વલણ અપનાવતા વેધક સવાલ કર્યો હતો કે, 4 મેની ઘટના પર પોલીસે છેક 18 મેના રોજ એફઆઈઆર નોંધી. તો 14 દિવસ સુધી કેમ કંઈ થયું નહીં?
સુપ્રીમ કોર્ટે પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, આ ઘટના એ વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશમાં આવી હતી કે, મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કમ સે કમ બે પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?
કોર્ટમાં કોણે શું કહ્યું?
CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે, ધારો કે મહિલાઓ વિરુદ્ધ અપરાધના 1000 કેસ છે તો શું CBI તે તમામની તપાસ કરી શકશે?" મહિલા અધિકારી રાખવામાં આવશે. આ દરમિયાન સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે, તેઓ મંગળવારે (1 ઓગસ્ટ) દરેક કેસમાં તથ્યો સાથે માહિતી આપશે.
સુપ્રીમ કોર્ટે તમામ એફઆઈઆરની માહિતી માંગી
CJIએ વધુમાં કહ્યું હતું કે, અમે જાણવા માંગીએ છીએ કે 6000 FIRનું વર્ગીકરણ શું છે, કેટલી શૂન્ય FIR છે, શું કાર્યવાહી કરવામાં આવી છે, કેટલી ધરપકડ કરવામાં આવી? અમે આવતીકાલે સવારે ફરી સુનાવણી કરીશું. કલમ 370 કેસની સુનાવણી થઈ રહી છે. આવતી કાલથી શરૂ થાય છે તેથી જ આ મામલે કાલે જ સુનાવણી હાથ ધરવી પડશે.
આ અંગે સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આવતીકાલ સવાર સુધી FIRનું વર્ગીકરણ ઉપલબ્ધ કરાવવું મુશ્કેલ બનશે.
અગાઉ ગૃહ મંત્રાલય મણિપુર વાયરલ વીડિયો કેસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આપશે. જે મોબાઈલમાંથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં બે મહિલાઓનું જાહેરમાં નગ્ન કરીને શારીરિક ઉત્પીડન કરવામાં આવ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ પ્રમાણે, ગૃહ મંત્રાલય મણિપુર વાયરલ વીડિયો કેસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવશે. રાજ્ય પોલીસે સોમવારે મહિલાઓની નગ્ન પરેડ અને સામૂહિક બળાત્કાર સંબંધિત કેસમાં સાતમા આરોપીની ધરપકડ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાત વ્યક્તિઓમાં એક કિશોરનો સમાવેશ થાય છે જેણે 4 મેની ઘટનામાં કથિત રીતે ભાગ લીધો હતો. 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર 26 સેકન્ડનો વીડિયો સામે આવ્યા બાદ આ ભયાનક મામલો પ્રકાશમાં આવ્યો હતો અને દેશભરમાં આક્રોશ પેદા થયો હતો.