Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો
Manipur Violence: મણિપુરમાં હિંસા યથાવત છે. આ દરમિયાન માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટોળું બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈ જતું જોવા મળી રહ્યું છે.
Manipur Violence: મણિપુરમાં હિંસા યથાવત છે. આ દરમિયાન માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટોળું બે મહિલાઓને નગ્ન અવસ્થામાં લઈ જતું જોવા મળી રહ્યું છે. વીડિયો મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 35 કિમી દૂર કંગપોકપી જિલ્લાનો છે, જે 4 મેના રોજનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે કહ્યું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો દેવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વીડિયો 4 મેનો જણાવવામાં આવી રહ્યો છે.
કુકી આદિવાસી સમુદાયના જૂથ ITLFએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર ફોરમ (આઈટીએલએફ) એ કહ્યું, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સમુદાયનું ટોળું ખેતરની નજીકથી બે મહિલાઓને લઈ જઈ રહ્યું છે. તેમની સાથે સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો છે.આઈટીએલએફએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને પગલાં લેવાની અપીલ કરતા કહ્યું કે, ગુનેગારોએ આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનાઓને વીડિયો દ્વારા શેર કરી છે. તે પીડિતોની ઓળખ દર્શાવે છે.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
मणिपुर से आ रही महिलाओं के खिलाफ यौन हिंसा की तस्वीरें दिल दहला देने वाली हैं। महिलाओं के साथ घटी इस भयावह हिंसा की घटना की जितनी निंदा की जाए कम है। समाज में हिंसा का सबसे ज्यादा दंश महिलाओं और बच्चों को झेलना पड़ता है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2023
हम सभी को मणिपुर में शांति के प्रयासों को आगे बढ़ाते हुए…
આની નિંદા કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું,મણિપુરથી આવી રહેલી મહિલાઓ સામેની યૌન હિંસાની તસવીરો હૃદયદ્રાવક છે. મહિલાઓ સામેની હિંસાની આ ભયાનક ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું, સમાજમાં હિંસાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકોને સહન કરવું પડે છે. મણિપુરમાં શાંતિ માટેના પ્રયાસોને આગળ વધારતા આપણે બધાએ એક અવાજે હિંસાની નિંદા કરવી પડશે. મણિપુરની હિંસક ઘટનાઓ સામે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આવી તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને પરેશાન નથી કરતી?
બીજી તરફ ત્રિપુરા પાર્ટીના પ્રમુખ મોથા પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્માએ કહ્યું કે આ મામલો ચિંતાજનક છે. તેણે કહ્યું, ટોળું મહિલાઓને નગ્ન કરીને લઈ જાય છે. મણિપુરમાં નફરતની જીત થઈ છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
PM’s silence and inaction has led Manipur into anarchy.
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023
INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur.
We stand with the people of Manipur. Peace is the only way forward.
આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, મણિપુર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મૌન અરાજકતા પેદા કરી રહ્યું છે. ભારત ચુપ નહી રહે જ્યા સુધી આઈડિયા ઓફ ઈન્ડિયા પર હુમલો નકરવામાં આવશે. અમે મણિપુરના લોકો સાથે ઉભા છીએ. શાંતિ એ જ આગળનો રસ્તો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં મણિપુરમાં થયેલી હિંસા પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial