શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં બાંદ્રા રેલ્વે સ્ટેશને વતન જવા માગતા હજારો કામદારોની ભીડ, પોલીસનો લાઠીચાર્જ, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
મુંબઈના બાંદ્રા સ્ટેશન પર શ્રમિકો ઘરે જવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રમિકોની માંગ છે કે તેમને કોઈપણ કિંમત પર ઘરે પહોંચાડવામાં આવે.
મુંબઈ: મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારોની ભીડ એકત્રિત થઈ જતાં લોકડાઉનના ધજાગરા ઉડી ગયા હતા. પોલીસે આ લોકોને સમજાવીને પાછા કાઢવા પ્રયત્ન કર્યા હતા પણ ભીડ ત્યાંથી ના હટતાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતી પણ સર્જાઈ છે.
લોકડાઉનની જાહેરાત થતાં મુંબઈમાં ફયાઈ ગયેલા આ પરપ્રાંતિય કામદારોએ વતન પાછા જવા માટે રેલ્વે સ્ટેષને ભીજ જમાવી છે. આ કામદારો પોતાને પાછા વતન મોકલવાની માંગ કરી છે. આ લોકોનુંએ રજૂઆત કરી કે, અમારી પાસે ખાવા માટે કઈ જ નથી તેથી અમને અમારા ગામમાં પરત જવા દો.
પોલીસે આ કામદારોને સમજાવવાની બારે કોશિશ કરી હતી પણ એ છતાં લોકો દૂર ના થતાં પછીથી તેમની પર લાઠીચાર્જ કર્યો હતો. પરપ્રાંતિય કામદારા ખડકાઈ જતાં લોકડાઉનનો અર્થ રહ્યો નથી અને આ સ્થિતી સર્જાઈ છે.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોનાવાયરસના ચેપના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે નવા 121 કેસ બહાર આવતાં રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં મરનારાઓનો આંકડો 162 છે. મુંબઈમાં મરનારાઓની સંખ્યા 100ને વટાવી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement