શોધખોળ કરો

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી જતાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

Mathura: મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી  જતાં  બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

શ્રીકૃષ્ણની નગરી શહેર મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં  નાસભાગ મચી જતાં બે શ્રદ્ધાળુના મોત થયા છે. મળતી માહિતી મુજબ  જન્માષ્ટમીની મંગળા આરતી દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. મંદિરમાં નાસભાગમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.  ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મંગળા આરતી સવારની પહેલી આરતી હોય છે, જે લગભગ 3-4 વાગ્યે થાય છે.  ગઈકાલથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા હતા. મંગળા આરતી વખતે પણ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન અચાનક નાસમચી જતાં બે લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઘાયલ થયા હતા.

84 કોસમાં આવેલા તમામ મંદિરોમાં ભારે ભીડ

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના અવસર પર ભીડ વધી જાય છે. જો કે જન્માષ્ટમી પર મથુરાના 84 કોસમાં આવેલા તમામ મંદિરોમાં ભીડ હોય છે, પરંતુ બાંકે બિહારી મંદિરમાં દિવસના કોઈપણ સમયે એવું નથી હોતું  કે મંદિર ભક્તોથી ખીચોખીચ ભરેલું નથી.

જગ્યા ન મળે તો ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે જન્માષ્ટમીના અવસર પર મથુરા-વૃંદાવનની તમામ હોટેલ-લોજ અને આશ્રમો ભરાઈ ગયા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ ફૂટપાથ પર સૂઈને પણ રાત વિતાવી હતી. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરા ગયા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી, જેના કારણે ઘણા લોકો મથુરા પણ પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 લાખ ભક્તો જન્માષ્ટમી મનાવવા માટે મથુરા પહોંચ્યા હતા, જે વિસ્તારની ક્ષમતા અનુસાર મોટી સંખ્યા છે. હાલમાં, અકસ્માત અંગે વહીવટીતંત્ર તરફથી ઔપચારિક માહિતી આવવાની બાકી છે.

આ પણ વાંચો

Rajkot Lokmelo: લોકમેળામાં ચાલુ રાઇડમાંથી યુવકને આ હરકત પડી ભારે, નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો

Janmashtami 2022 : વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, બે ગોવિંદા નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા

BOTAD : ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા-પૂજા કરનાર પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો

AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

Gujarat Accident : જન્માષ્ટમીના તહેવારમાં જ અલગ અલગ અકસ્માતમાં 10 લોકોના મોત, ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget