MiG 21 Aircraft Crashes: ભારતીય એરફોર્સનું મિગ-21 વિમાન બાડમેરમાં ક્રેશ, પાયલટ સુરક્ષિત
વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે.
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. સૈન્ય પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું હતું કે દુર્ઘટના બાદ પાયલટે પોતાને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઇજેક્ટ કર્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે, આ વિમાન ટ્રેનિંગ પર હતું. બાડમેરના પોલીસ અધિકારી આનંદ શર્માએ કહ્યું કે વિમાન ભૂરટિયા ગામ પાસે પડ્યું હતું.
તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. એરફોર્સે કહ્યું કે, આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પશ્વિમી સેક્ટરમાં ટ્રેનિંગ માટે ઉડાણ ભરનારા મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી આવી હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 160 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,091 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 160 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 155 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,091 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે. આજે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને પ્રથમ ડોઝ અને 5085 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 78957 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 67802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,42,081 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 69096 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 4,63,036 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.