શોધખોળ કરો
Advertisement
ચાંદની ચોકના ધારાસભ્ય અલ્કા લાંબાએ AAPમાથી રાજીનામુ આપ્યું, ઘણા સમયથી હતા નારાજ
અલકા લાંબાએ આશરે 20 વર્ષ સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદ 26 ડિસેમ્બર 2014ના આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ તે 2015 વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની ચાંદની ચોકથી ધારાસભ્ય બન્યા હતા.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીથી નારાજ ચાંદની ચોકથી ધારાસભ્ય અલ્કા લાંબાએ પાર્ટીમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. અલ્કા લાંબા ડિસેમ્બર 2018થી આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. જ્યારે આપના એક ધારાસભ્યએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રત્ન પરત લેવાની માંગ વાળો એક પ્રસ્તાવ વિધાનસભામાં રાખ્યો હતો.
અલકાએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે પાર્ટી છોડવા માટે કહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ અલકા લાંબા અને આપ નેતા સૌરભ ભારદ્વાજ સામ-સામે આવી ગયા હતા. અલ્કા લાંબાએ કૉંગ્રેસમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, મે વિચાર્યુ કે લોકો સાથે વાતચીત કરવી જોઈએ અને નિર્ણય કરવો જોઈએ. નિર્ણય લેવામાં આવ્યો કે મારે આમ આદમી પાર્ટી સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખવા જોઈએ અને પોતાની પ્રાથમિક સદસ્ય તરીકે પણ રાજીનામુ આપી દેવું જોઈએ. હું આમઆદમી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પદ પરથી જલ્દી રાજીનામુ આપી દઈશ. હું ધારાસભ્ય બની રહીશ. અલકા લાંબાએ આશરે 20 વર્ષ સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદ 26 ડિસેમ્બર 2014ના આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ તે 2015 વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની ચાંદની ચોકથી ધારાસભ્ય બન્યા હતા.Alka Lamba: I thought I should talk to people & take a decision. It has been decided that I should break all ties with Aam Aadmi Party and resign from its primary membership. I'll tender my resignation from primary membership of AAP, soon in writing. I will continue to be an MLA. pic.twitter.com/wwViwgWyoE
— ANI (@ANI) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement