શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ બે હાથ જોડીને મુસ્લિમોને શું કહ્યું? જાણીને ચોંકી જશો
આ વીડિયોમાં તેઓ તેમના વિધાનસભાની મતદાર વિસ્તારમાં મુસ્લિમોને ભાજપના સમર્થકો પાસેથી માલ સામાન નહીં ખરીદવા માટે વાત કહી રહ્યાં હતાં.
ઉત્તર પ્રદેશના કૈરાનાથી સમાજવાદી પક્ષના ધારાસભ્ય નહીદ હસનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ તેમના વિધાનસભાની મતદાર વિસ્તારમાં મુસ્લિમોને ભાજપના સમર્થકો પાસેથી માલ સામાન નહીં ખરીદવા માટે વાત કહી રહ્યાં હતાં. તેઓ એમ પણ કહ્યું હતું કે, તેમના સામાન ખરીદવાથી બીજેપીવાળાઓની દુકાનમાંથી સામાન વેચાય છે અને તેમનું ઘર ચાલે છે.
વીડિયોમાં ધારાસભ્ય કહેતા જોવા મળ્યાં હતાં કે, આ તમને મારી અપીલ છે. કૈરાના અને આસપાસના ગામડાઓના લોકો અહીંથી માલ ખરીદે છે, તેમને હાથ જોડીને અપીલ કરું છું કે, જે ભાજપના લોકો બજારમાં છે તેઓ પાસે માલ લેવાનું બંધ કરે. 10 દિવસ-એક મહિનો ભલે ઝિંઝાના કે પાનીપત જઈને સામાન લાવવો પડે. થોડા દિવસ કષ્ટ ઉઠાવી લો.
ધારાસભ્ય નહીદે આગળ કહ્યું હતું કે, અહીં આસપાસની વસ્તુઓ લો. ભાજપના લોકોનો સ્વાસ્થ્ય સુધારી જશે. તે આપણા માટે સારું છે. અમે માલ ખરીદીએ છીએ જેથી તેમનું ઘર ચાલે છે. ઘરમાં ચાલવાને લીધે તેમના જૂતાં આપણા પર ચાલે છે. હું ફક્ત આ સંદેશ આપવા માંગતો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, નહીદ હસન તેમની એસેમ્બલીના વિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે કથિત રીતે મુસ્લિમ સમાજના લોકો સાથે વાત કરી હતી અને તેમને ભાજપના લોકો પાસેથી કંઈ પણ વસ્તુ નહીં ખરીદવા માટે અપીલ કરી હતી. જોકે કોઈએ આ નિવેદનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.Shocking@yadavakhilesh Ji,Your MLA from Kairana Nahid Hasan publicly asking Muslims not to purchase anything from shop owner who are supporters/have affiliation with BJP. Why are U silent ? No outburst from advocates (Tukde gang/Presstitutes/Sickulars) of Ganga-Jamuna tehzeeb ? pic.twitter.com/tV2OJ6bPpl
— Major Surendra Poonia (@MajorPoonia) July 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion