શોધખોળ કરો
Advertisement
ધાર્મિક સ્થાનમાં ચેડા કરવાના મુદ્દે જમ્મુમાં હિંસક પ્રદર્શન, મોબાઈલ ઈંટરનેટ પર પ્રતિબંધ
નવી દિલ્લી: જમ્મુના જાનીપુર વિસ્તાર તણાવગ્રસ્ત છે. ગત રાત્રે ધર્મસ્થળ સાથે કથિત રૂપમાં ફેરફાર બાદ લોકોએ આરોપીને સોંપી દેવાની માગ કરી છે. આ દરમિયાન વિસ્તારમાં આગચંપી અને પથ્થરમારો થયો હતો. મોડી રાત્રે પ્રશાસને મોબાઈલ ઈંટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે અને હાલ આ વિસ્તારમાં સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે. હિંસાના આરોપમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કાલે સાંજની આ તસવીરોમાં જમ્મુના જાનીપુર વિસ્તારમાં ઘણા વાહનોને આગ ચાંપવામાં આવી હતી તેની છે.
પોલીસના જણાવ્યા મુજબ માનસિક રીતે અસ્થિર એક વ્યક્તિએ ધાર્મિક સ્થળ સાથે છેડછાડ કરી હતા. તે બાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ પછી આરોપીને ટોળાને સોંપવાની માગ સાથે આક્રોશે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ અને પથ્થરમારો કર્યો. તે પછી વાહનોને આગ ચાંપી હતી. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
સાત કલાક સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ઝડપ થઈ. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ થઈ છે. અને તનાવના પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement