આ મોડલને રાજસ્થાનના ક્યા મંત્રીને ફસાવીને શરીર સુખ માણવાની ફરજ પાડવાનું ઘડાયેલું કાવતરું ? મોડલે શું કર્યું ?
એક ગેંગે ગુનગુન ન્હાતી હોવાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. આ ગેંગ રાજસ્થાનના કેબિનેટ મંત્રી રામલાલ જાટને હનીટ્રેપમાં ફસાવવામાં માંગતી હતી અને કામ માટે ગુનગુનનો ઉપયોગ કરવા માંગતી હતી.
Rajasthan Model Gungun Upadhyay Case: જોધપુરમાં મોડલ ગુનગુને 7 માળની હોટલની ટેરેસ પરથી કુદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. હોટલમાં હાજર લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાંથી ગુનગુનનો બચાવ થયો. હવે આ કેસમાં પોલીસ દ્વારા હની ટ્રેપ અને બ્લેકમેઈલિંગ કેસનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ એક ગેંગે ગુનગુન ન્હાતી હોવાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ગેંગ રાજસ્થાનના કેબિનેટ મંત્રી રામલાલ જાટને હનીટ્રેપમાં ફસાવવામાં માંગતી હતી અને કામ માટે ગુનગુનનો ઉપયોગ કરવા માંગતી હતી. ગુનગુનને કહેવામાં આવ્યું હતું કે ભીલવાડાના સર્કિટ હાઉસમાં નેતાજી પાસે જઈને આ ફાઈલ પાસ કરાવવાની છે. જેનાથી પરેશાન થઈ તેણે હોટલમાંથી કૂદીને આત્મહત્યાની કોશિશ કરી હતી.
જોધપુર પોલીસ કમિશનરેટ ડીસીપી ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે ગેંગના સભ્યો મોડલ ગુનગુન ઉપાધ્યાયને બ્લેકમેલ કરતા હતા. ભીલવાડાના નેતા રામલાલને હનીટ્રેપમાં ફસાવવા માટે સર્કિટ હાઉસ મોકલવામાં આવ્યો હતો. તેઓ નેતા સાથે મોડલનો વાંધાજનક વીડિયો બનાવીને નેતાને બ્લેકમેલ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા, પરંતુ ગુનગુને કામ કરવાની ના પાડી દીધી અને ગુનગુન ત્યાંથી જોધપુર પરત ફરી. ગેંગના લોકો સતત પ્રતાડિત કરતા હતા તેનાથી પરેશાન થઈને તે હોટેલની છત પરથી કૂદી ગઈ. આ કેસમાં અક્ષત શર્મા અને દીપાલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષત શર્મા એક રીઢો ગુનેગાર છે અને તે આ પહેલા પણ ઘણા હનીટ્રેપના કેસને અંજામ આપી ચુક્યો છે.
View this post on Instagram
ઉદયપુરથી આવતા પહેલા ગુનગુને તેના પિતા અને ભાઈને એક ઓડિયો મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સાથે અન્યાય થયો છે, જેના કારણે તે હવે જીવવા માંગતી નથી. પણ પિતાએ ફોન કરીને આજીજી કરી. પિતાએ કહ્યું કે કંઈ ખોટું થશે નહીં, જ્યારે તેઓ તેમની પુત્રીને લેવા રેલવે સ્ટેશન આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ફોન આવ્યો કે ગુનગુને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
અક્ષત શર્રમા આ પહેલા પણ બ્લેકમેલિંગ કેસમાં પકડાઈ ચુક્યો છે. તેણે જયપુરમાં એક ડોક્ટરને બ્લેકમેલ કર્યો હતો. આરોપી અક્ષત શર્માએ ગુનગુનને ઉદયપુરમાં મોડલિંગ માટે બોલાવી હતી. થોડા સમય સુધી ગુનગુને મોડલિંગ કર્યા બાદ નવેમ્બરમાં તેની તબિયત ખરાબ થતાં જોધપુર આવી ગઈ હતી. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં દિપાલીએ તેને ફોન કર્યો અને કહ્યું કે જો તું નહીં આવે તો તારા ન્યૂડ ફોટા વાયરલ કરી દઈશું. આ લોકો ગુનગુનને સતત ફોન કરીને ધમકાવતાં હતા.
View this post on Instagram