શોધખોળ કરો
Advertisement
મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત
ચાંગોદર સ્થિતિ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં આવ્યા હતા.
પીએમ મોદીએ હાલમાં જ અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી અને ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલ કોરોનાની રસીની સમીક્ષા કરી હતી. ત્યારે એક ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચાંગોદર સ્થિતિ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં આવ્યા હતા.
ન્યૂઝ રિપોર્ટમાં કરવામાં આવેલ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે કામ કરનાર પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ દાવાને ખોટો ગણાવતા સ્પષ્ટતા કરી છે કે એ કાર ગુજરાત કરકારની છે ન તો ઝાયડસ કેડિલાની.
PIB ફેક્ટ ચેકે ટ્વીટમા લખ્યું, ‘દિવ્ય ભાસ્કરના એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ મોદી 28 નવેમ્બર 2020ના રોજ પોતાના ચાંગોદર પ્રવાસ દમરિયાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં પહોંચ્યા હતા. #PIBFactCheck: આ દાવો ફેક છે. કાર ગુજરાત સરકારની હતી, કોઈ ખાનગી કંપનીની નહીં.’ જણાવીએ કે, પીએમ મોદીએ બે દિવસ પહેલા ઝાયડસ બાયોટેક પાર્ક ઉપરાંત હૈદ્રાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોરોના રસીનૈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.A news article by Divya Bhaskar claims that PM @narendramodi arrived in Zydus Cadila's chairman Pankaj Patel's BMW car during his Changodar visit on 28 November 2020. #PIBFactCheck: This claim is #Fake. The car belonged to Government of Gujarat, not any private company. pic.twitter.com/HBwBVh0E7h
— PIB Fact Check (@PIBFactCheck) November 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement