શોધખોળ કરો
મોદી સરકારનો નિર્ણય, સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા નહી કરવામાં આવે જાહેર

નવી દિલ્લીઃ કેંદ્રની મોદી સરકારે PoK માં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક સાથે જોટાયેલા કોઇ પણ પુરાવાને જાહેર નહી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવુ છે કે, પુરાવા સામે આવવાથી પાકિસ્તાની સેનાની મુશ્કેલી વધી શકે છે. પરંતુ સરકાર આવું નથી કરવા માગતી. અગ્રેજી સમાચાર પત્ર ધી ઇંડિય એક્સપ્રેસ અનુસાર સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત યુદ્ધના સમર્થનમાં નથી. તો પણ યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય તો ભારત લડવા અને જીતવા માટે તૈયાર છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતને સર્જીકલ સ્ટ્રાઇક પર કૂટનીતિક સમર્થન પણ મળી રહ્યુ છે. કેમ કે કોઇ દેશે ભારતના આ પગલાનો વિરોધ નથી કર્યો. પાકિસ્તાનની સૌથી નજીક માનવામાં આવતા ચીને પણ કોઇ વિરોધ નથી કર્યો. એટલુ જ નહી ઇસ્લામિક સ્ટેટ તરફથી આવી રહેલા નિવેદનો પણ ભારત તરફી છે.
વધુ વાંચો





















