મોદી સરકારે 31 માર્ચ સુધી તમામ ટ્રેનો બંધ કરી દીધી ? જાણો રેલ્વે મંત્રાલયે શું કરી જાહેરાત ?
વાયરલ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ્દ રહેશે.
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે રાજ્યોમાં લોકડાઉન અને જુદા જુદા પ્રકારના પ્રતિબંધ લગાવાવમાં આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન કેન્સલ થવાના અહેવાલર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ્દ રહેશે. જોકે ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી ટ્રેનને કેન્સર કરવા સાથે જોડાયેલ કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ટ્રેન રદ્દ કરવા સાથે જોડાયેલ વાયરલ ખબરનું ફેક્ટ ચેક કરતાં તેને ફગાવી દીધી છે.
પીઆઈબીએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 માર્ચ સુધી તમામ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ અહેવાલ જૂના છે. રેલવે મંત્રાલયે 31 માર્ચ, 2021 સુધી ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય નથી લીધો. આ જૂના અહેવાલને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
एक खबर में दावा किया जा रहा है कि 31 मार्च तक सभी ट्रेनें रद्द कर दी गई हैं। #PIBFactCheck: यह खबर पुरानी है। @RailMinIndia ने 31 मार्च, 2021 तक ट्रेन रद्द करने का यह फैसला नहीं लिया है। इस पुरानी खबर को गलत संदर्भ में साझा किया जा रहा है। pic.twitter.com/YcZ8Za9Vj1
— PIB Fact Check (@PIBFactCheck) March 15, 2021
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.