(Source: ECI/ABP News/ABP Majha)
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer Out: અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અલ્લુની સ્ટાઈલ જોઈને લાગે છે કે સાઉથની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે.
Pushpa 2 The Rule Trailer Out: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નું ટ્રેલર આજે બિહારના પટનામાં લોન્ચ કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનનો એ જ સ્વેગ ટ્રેલરમાં દેખાય છે જે તેના પહેલા ભાગ પુષ્પામાં જોવા મળ્યો હતો.
પુષ્પા વર્ષ 2021માં પ્રથમ વખત પોતાની જાતને બ્રાન્ડ બનાવવા માટે આવ્યો હતો. પુષ્પાને ફરીથી દર્શકો સમક્ષ આવતા ત્રણ વર્ષ લાગ્યા, પરંતુ ટ્રેલર જોયા પછી તમે પણ પૂછશો કે આટલો સમય કેમ લાગ્યો હશે.
રશ્મિકાએ બતાવ્યો સ્વેગ
#WATCH पटना, बिहार: अभिनेता अल्लू अर्जुन और रश्मिका मंदाना पुष्पा 2 के ट्रेलर लॉन्च के लिए पटना पहुंचे। pic.twitter.com/xMY0u9MFr3
— ANI_HindiNews (@AHindinews) November 17, 2024
રશ્મિકા મંદન્ના પટના શહેરમાં પહોંચી ગઈ છે. તે સફેદ હૂડી અને પેન્ટમાં જોવા મળી હતી. જ્યારે તે એરપોર્ટની બહાર આવી રહી હતી ત્યારે ચાહકોએ હૂટિંગ કરીને તેનું સ્વાગત કર્યું હતું.
#WATCH पटना, बिहार: फिल्म पुष्पा 2 के ट्रेलर लॉन्च कार्यक्रम के लिए गांधी मैदान में भारी भीड़ देखी गई। pic.twitter.com/BNk80Iyk3A
— ANI_HindiNews (@AHindinews) November 17, 2024
અલ્લુ ભારે સુરક્ષા વચ્ચે ગાંધી મેદાન પહોંચ્યો હતો
અલ્લુ અર્જુનને જોવા માટે ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અભિનેતાએ પણ તેમને નિરાશ કર્યા નહીં. અલ્લુ સમયસર ગાંધી મેદાન પહોંચી ગયો હતો. અલ્લુ ભારે સુરક્ષા વચ્ચે આવ્યો હતો. અલ્લુ બ્લેક કુર્તા-પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન ટ્રેલર રિલીઝ પહેલા થોડો નર્વસ દેખાતો હતો.
પટનામાં ટ્રેલર લૉન્ચ થવાની સાથે જ ફિલ્મ વધુ મોટી થઈ ગઈ
ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એકની ઉજવણી પટનામાં ફિલ્મના ટ્રેલર લોન્ચ સાથે શરૂ થઈ. ટ્રેલર ઈવેન્ટમાં હજારો લોકો આવ્યા હતા. પટના પોતાની સાથે એક વારસો ધરાવે છે. આવી સ્થિતિમાં આવી જગ્યા પર આટલી મોટી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવું ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે.
પુષ્પા 2: ધ રૂલ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ આ વર્ષે 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે તેના પ્રથમ ભાગનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ મઈશ્રી મૂવી મેકર્સ દ્વારા સુકુમાર રાઇટિંગ્સ સાથે મળીને કરવામાં આવ્યું છે. સંગીત ટી સિરીઝનું છે. એએ ફિલ્મ્સના અનિલ થડાનીએ ફિલ્મના વિતરણની જવાબદારી સંભાળી છે.
આ પણ વાંચો...