શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈક પછી મોદી સરકારે જવાનોને આપી દીવાળી ગીફ્ટ, જાણો શું આપ્યુ?

નવી દિલ્લી: મોદી સરકારે તમામ સૈનિકોને દીવાળીની ગીફ્ટ આપી દીધી છે. જાણકારોને મતે, લગભગ 14 લાખ સૈનિકોના એકાઉંટમાં આ ગીફ્ટ પહોંચી ગઈ છે. પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સટ્રાઈક પછી દરેક જગ્યાએ સેનાની ચર્ચા થઈ રહી છે, જેના પછી પગાર સંબંધી વિવાદોની વચ્ચે સરકારે તમામ જવાનોને આ વર્ષે જાન્યુઆરીથી 10ટકા એરિયરને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ 10 ઓક્ટોબરે રક્ષામંત્રી મનોહર પાર્રિકરે આ પ્રસ્તાવ પર સાઈન કરી દીધી હતી.
એટલે કે દીવાળી પહેલા જ સૈનિકોને લગભગ એક મહીનાના વધારાનો પગાર મળી ગયો છે. તેનું લેખિત આશ્વાસન દરેક જવાન પાસેથી લઈ લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દરેક કેંદ્રીય કર્મચારીને સાતમા પગાર પંચના લીધે પગારમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે.
વધુ વાંચો
Advertisement





















