શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર 'બેટી બચાઓ, બેટી પઢાઓ' હેઠળ દરેક દીકરી માટે બે લાખ રૂપિયા આપી રહી છે ? જાણો સરકારે શું કહ્યું ?
સરકારે આ મામલે ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે એક ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના નામ પર દીકરીઓને બે બે લાખ રૂપિયા આપવામાં આવશે. પરંતુ સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે આવું કોઈ જ ફોર્મ સરકારે બહાર પાડ્યું નથી.
સરકાર તરફથી આ મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. પીઆઈપી ફેક્ટ ચેક પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, આ ફોર્મ નકલી છે. આવું કોઈ જ ફોર્મનું વિતરણ ગેરકાયદેસર છે અને આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની રોકડ સહાય કે વળતર આપવામાં નથી આવતું.
PIB Fact Check શું કરે છે? PIB Fact Check કેન્દ્ર સરાકરની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયનો લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ સમાચાર સાચા છે કે ખોટા, એ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય ચે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા URL વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર ઈમેલ કરી શકે છે.दावा: बेटी बचाओ बेटी पढ़ाओ योजना के नाम पर बांटे जा रहे एक फॉर्म में यह दावा किया जा रहा है कि सभी बेटियों को 2 लाख रूपए दिए जायेंगे।#PIBFactCheck: यह फॉर्म फर्जी है। ऐसे किसी भी तरह के फॉर्म का वितरण अवैध है व इस योजना के तहत किसी भी तरह का नगद प्रोत्साहन नहीं दिया जाता है। pic.twitter.com/rQXZX45EUN
— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion