શોધખોળ કરો
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
ABHA Card Process: આયુષ્માન ભારત યોજના હેઠળ ભારત સરકાર દેશમાં આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ એટલે કે આભા કાર્ડ પણ બનાવી રહી છે. જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેઓ પણ આભા કાર્ડ બનાવી શકે છે.
ABHA Card Process: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની આ યોજનાઓનો લાભ દેશના અલગ અલગ લોકોને મળે છે, સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. આરોગ્ય દરેકના જીવનનું એક અત્યંત જરૂરી પાસું છે. આ જોતાં ભારત સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.
1/6

આ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરવાની તક આપે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ ભારત સરકાર દેશમાં આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ એટલે કે આભા કાર્ડ પણ બનાવી રહી છે.
2/6

જે લોકો પાસે આધાર કાર્ડ નથી, તેઓ પણ આભા કાર્ડ બનાવી શકે છે. આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું હશે તે આપને જણાવીએ છીએ.
3/6

આભા કાર્ડ બનાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી હોય છે. આધાર કાર્ડની મદદથી તમે ખૂબ જ સરળતાથી આભા કાર્ડ બનાવી શકો છો. પરંતુ ઘણા લોકો પાસે આધાર કાર્ડ નથી હોતું.
4/6

જો તમારી પાસે પણ આધાર કાર્ડ નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ફરી પણ આભા કાર્ડ બનાવી શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે આભા કાર્ડની અધિકૃત વેબસાઇટ https://abha.abdm.gov.in/abha/v3/ પર જવું પડશે.
5/6

વેબસાઇટ પર ગયા પછી તમારે ક્રિએટ આભા નંબર પર ક્લિક કરવું પડશે. કારણ કે તમારી પાસે આધાર કાર્ડ નથી, તો તમારે ક્રિએટ યોર આભા નંબર યુઝિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરીને તમારો આભા નંબર બનાવો પર ક્લિક કરવું પડશે.
6/6

ત્યારબાદ તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારે આગળની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પછી તમારું આભા કાર્ડ બનીને તૈયાર થઈ જશે.
Published at : 23 Nov 2024 09:57 PM (IST)
આગળ જુઓ





















