શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં વીજળીનાં બિલ માફ કરવાની યોજના અમલમાં મૂકી ? જાણો સરકારે શું કરી જાહેરાત ?
આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનો દાવો પણ આ વીડિયોમાં કરાયો છે.
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં દાવો કરાયો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દેશનાં તમામ રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફ કરી દેવાશે. આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનો દાવો પણ આ વીડિયોમાં કરાયો છે.
મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 નામની કોઈ યોજના જ અમલમાં મૂકી નથી. આ દાવો એકદમ ખોટો છે અને કેન્દ્ર સરકાર કોઈ માફી નથી આપી રહી. આ વીડિયોમાં કોનાં કોનાં બિલ માફ કરાશે તેની વિગતો પણ અપાઈ હતી પણ આ વીડિયો જ ખોટો છે તેવી સ્પષ્ટતા મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી કરી છે.
દેશમાં વીજળી પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. આ વીજળીનાં બિલ રાજ્ય સરકારોની માલિકીની વીજળી કંપનીઓ અથવા બોર્ડ-નિગમો આપે છે તેથી પણ આ દાવો ખોટો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement