શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે સરકારી કર્મચારીઓને ચૂકવણી અંગે લીધો મોટો નિર્ણય, શાની રકમ વધારીને કરી દીધી અઢી ગણી? રાજ્યના કર્મચારીઓને પણ થશે ફાયદો
મંત્રીએ કહ્યું કે, અમે એક મોટા સુધારા અંતર્ગત ફેમિલી પેન્શનની ચૂકવણીની મર્યાદા વધારી રહ્યાં છે, હવે આ મર્યાદા 45 હજાર રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવી છે
નવી દિલ્હીઃ મોદી સરકારે પેન્શન યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારે આની જાહેરાત કરી, મંત્રીએ કહ્યું કે, અમે એક મોટા સુધારા અંતર્ગત ફેમિલી પેન્શનની ચૂકવણીની મર્યાદા વધારી રહ્યાં છે, હવે આ મર્યાદા 45 હજાર રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવી છે. તેમને કહ્યું કે આ પગલાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારના સભ્યોનુ જીવન આસાન થશે, અને તેમને પર્યાપ્ત નાણાંકીય સુરક્ષા મળશે.
સિંહે કહ્યું કે, પેન્શન એન્ડ પેન્શનભોગી કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબલ્યૂ)એ તે રકમના મામલામાં સ્પષ્ટીકરણ જાહેર કર્યુ છે. જેમાં પોાતના માતા કે પિતાના મૃત્યુ થઇ જવા પર કોઇ બાળક ફેમિલી પેન્શનના બે હપ્તા કાઢવા માટે હકદાર છે.
તેમને કહ્યું કે, હવે આવા બે હપ્તાની કુલ રકમ 1.25 લાખ રૂપિયાથી વધુ નહો હોઇ શકે. આ ગત સીમાથી અઢી ગણી વધેલી છે. કેન્દ્રીય સિવિલ સેવા નિયમન 1972 અનુસાર આ પતિ કે પત્ની બન્ને સરકારી સેવામાં છે, અને આ નિયમ અંતર્ગત આવે છે, તો તેમના મોતની સ્થિતિમાં તેમનુ જીવતુ બાળક પોતાના માતા-પિતાની બે ફેમિલી પેન્શન મેળવવા યોગ્ય રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement