શોધખોળ કરો
બે દિવસના રશિયા પ્રવાસ પર જશે PM મોદી, ઇકોનોમિક ફોરમ બેઠકમાં લેશે ભાગ
વિદેશ સચિવ વિજય ગોખલેએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગેની જાણકારી આપી હતી.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર સપ્ટેમ્બરના રોજ ભારતના જૂના મિત્ર રશિયાના પ્રવાસ પર જશે. મોદી અહી ફક્ત 36 કલાક રોકાશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગેની જાણકારી આપી હતી. ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ચાર સપ્ટેમ્બર સવારે વડાપ્રધાન મોદી વ્લાદિવોસ્તોક પહોંચશે અને પાંચ સપ્ટેમ્બરના રોજ સાંજે ભારત પાછા ફરશે.
વિદેશ સચિવે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસના બે મુખ્ય ઉદેશ્ય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિના રૂપમાં વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે. આ સાથે જ તે 20મી ભારત-રશિયા વાર્ષિક બેઠક કરશે.Foreign Secretary on PM Modi's visit to Russia: There are two main purposes for this visit- he has been invited by President Putin to attend Eastern Economic Forum as one of the chief guest & he'll also hold the 20th annual summit between India & Russia. https://t.co/f3yjEwwLca
— ANI (@ANI) September 2, 2019
વધુ વાંચો





















