શોધખોળ કરો

Blast In Mohali: મોહાલીમાં પંજાબ પોલીસ ઈંટેલિજેન્સના હેડક્વાર્ટર ઉપર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો

મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો આજે સાંજે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Blast at Police's Intelligence Headquarter: મોહાલીના સોહાનામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસની બહાર વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ હુમલો આજે સાંજે અંદાજે 7.30 વાગ્યે થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના એટલી ભયાનક હતી કે આખી બિલ્ડીંગના કાચ તુટી ગયા હતા. આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

બ્લાસ્ટની ઘટના બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગચો હતો. એસએસપી આઈજી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટની ઘટના પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ સોહાનાના ત્રીજા માળે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતના ત્રીજા માળે રોકેટથી ચાલતો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બ્લાસ્ટ બાદ નજીકની ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો આરપીજી દ્વારા કરવામાં આવ્યો હતો. RPG એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ. તસ્વીરમાં તૂટેલા ગ્રેનેડની તસવીર જોઇ શકાય છે.

CM ભગવંત માનની સતત નજરઃ
મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસની બિલ્ડીંગ પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા. પંજાબ પોલીસે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવી છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ મુખ્યમંત્રી ભગવંત માને ડીજીપી પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છે.

પોલીસે નિવેદન જાહેર કર્યુંઃ
મોહાલી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, એસએએસ નગરમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં સાંજે લગભગ 7:45 વાગ્યે એક નાનો વિસ્ફોટ થયો હતો. આમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમોને બોલાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ

Sri Lanka: શ્રીલંકામાં ભારેલો અગ્નિ, પ્રદર્શનકારીઓએ PM મહિન્દા રાજપક્ષેનો બંગલો સળગાવી દીધો, જુઓ વિડીયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ

Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ

Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ

for smartphones
and tablets

વિડિઓઝ

Weather Forecast Update | ખેડૂતો માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાની કરી આગાહીShaktisinh Gohil | રૂપાલા માફી માગવાનું નાટક કરે છેCrime News: અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓ કચ્છથી ઝડપાયાLoksabha Elections 2024 | અંતે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'

પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા ખોડલધામના દર્શન

Salman Khan: સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ ત્રણ વખત કરી હતી રેકી

AI બન્યું ફેક ન્યૂઝની ફેક્ટરી, આ રીતે થાય છે ચૂંટણી પરિણામો પર અસર

Embed widget