Sri Lanka: શ્રીલંકામાં ભારેલો અગ્નિ, પ્રદર્શનકારીઓએ PM મહિન્દા રાજપક્ષેનો બંગલો સળગાવી દીધો, જુઓ વિડીયો
Sri Lanka Crisis : સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી.
Sri Lanka: શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમનું રાજીનામું સુપરત કર્યાના કલાકો પછી શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં કુરુનેગાલામાં તેમના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું, સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો.
દેશ હાલમાં વધતી જતી નાગરિક અશાંતિ અને વિનાશક આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે. સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી.
House of just-resigned PM of Sri Lanka Mahinda Rajapaksa burnt down. Houses of many MPs also have been burnt down. pic.twitter.com/oq10kRoiEj
— Sidhant Sibal (@sidhant) May 9, 2022
ઇન્ટર-યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન (IUSF) ના સભ્યો સહિત કેટલાક વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને શ્રીલંકાના પોદુજાના પેરામુનાના સાંસદો પર હુમલો કર્યો. ડેઇલી મિરર અનુસાર, શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)ની કેટલીક ઓફિસોને આગ ચાંપી દેવામાં આવી હતી.
વધુમાં, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે વીરકેતિયા પ્રદેશીય સભાના અધ્યક્ષના ઘરે બે વ્યક્તિઓને ગોળી મારવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
આ ઘટનાઓ ત્યારે બની છે જ્યારે વડાપ્રધાને રાજીનામું સુપરત કર્યું છે અને દેશની ચાલી રહેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના સર્વપક્ષીય મંત્રીમંડળની સ્થાપના માટે વિનંતી કરી છે.
તાજેતરના દિવસોમાં વ્યાપક સરકાર વિરોધી રેલીઓની તીવ્રતામાં વધારો થયો છે, જેના પરિણામે વિરોધ સ્થળોએ તૈનાત સુરક્ષા કર્મચારીઓ સાથેના સંઘર્ષમાં વધારો થયો છે.
સોમવારે ગાલે ફેસ વિરોધ સ્થળ પર હિંસક લડાઈ દરમિયાન સોથી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા, જેના કારણે દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
તેમના પદ પરથી રાજીનામું આપતા પહેલા, મહિન્દા રાજપક્ષેએ કહ્યું, " હું અમારા સામાન્ય લોકોને સંયમ રાખવા વિનંતી કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક કટોકટીમાં છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ પ્રશાસન પ્રતિબદ્ધ છે."
ખાદ્ય અને ઇંધણની અછત, આસમાનને આંબી રહેલા ભાવો અને પાવર આઉટેજ મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા સામે ભારે વિરોધ થયો છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રવાસનમાં ઘટાડો તેમજ અયોગ્ય આર્થિક પગલાંને લીધે વિદેશી હૂંડિયામણનો અભાવ, જેમ કે ગયા વર્ષે શ્રીલંકાની ખેતીને "100% કાર્બનિક" બનાવવાના પ્રયાસમાં કૃત્રિમ ખાતરો પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો નિર્ણય કટોકટી માટે જવાબદાર છે.