(Source: ECI/ABP News/ABP Majha)
Monkeypox Cases India: કેરળમાં મંકિપોક્સનો ત્રીજો કેસ, UAEથી પરત આવેલો શખ્સ સંક્રમિત
Monkeypox in Kerala: કેરળમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે. કેરળ સરકારે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું હતું.
Monkeypox in India : કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ 16 જુલાઈના રોજ UAEથી મલપ્પુરમ આવ્યો હતો. તાવની ફરિયાદ બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં મંકીપોક્સના ચેપના લક્ષણો દેખાવા લાગ્યા. હાલમાં દર્દીના પરિવાર અને તેના સંપર્કમાં આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે.
ભારતમાં અને કેરળમાં આ ત્રીજો કેસ
ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈના રોજ નોંધાયો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી પરત ફરેલા 35 વર્ષીય વ્યક્તિને મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી. આ પછી એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ કેરળ મોકલવામાં આવી હતી. આ ટીમને રાજ્યના અધિકારીઓને આરોગ્યના પગલાં લાગુ કરવામાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
Country's third #monkeypox confirmed in a 35-yr-old man who returned to Mallapuram from UAE on July 6th. He was admitted with fever at Manjerry Medical College Hospital on 13th & from 15th he began showing symptoms. His family & close contacts under observation: Kerala Health Min pic.twitter.com/Aa8yco2d1H
— ANI (@ANI) July 22, 2022
14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
તાત્કાલિક પગલાં લેતા કેરળ સરકારે 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે રાજ્યના ચારેય એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ 13 જુલાઈના રોજ દુબઈથી કન્નુર પહોંચેલા 31 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ ચેપનો બીજો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ 18 જુલાઈએ થઈ હતી.
એક વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે મંકીપોક્સ
મંકીપોક્સ એક વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે અન્ય વ્યક્તિ ચેપગ્રસ્ત દર્દીના ખૂબ લાંબા સમયથી નજીકના સંપર્કમાં હોય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મંકીપોક્સ વાયરસ દર્દીના શરીરના પ્રવાહી અથવા ઘા સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. તે દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં દ્વારા પણ ફેલાય છે. જો કે, મંકીપોક્સ એ ખાસ કરીને ઝૂનોસિસ છે, જેનો અર્થ એક રોગ છે જે ચેપગ્રસ્ત પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે.