Monsoon Arrival: આ વખતે કેમ છે વહેલું ચોમાસું ? તેની પાછળ છે મોટું કારણ, હવામાન વિભાગે ખોલ્યુ રાજ
Mansoon Arrival: દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે
Mansoon Arrival: દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે ચોમાસું નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? હવામાનશાસ્ત્રીઓએ આનો જવાબ આપ્યો છે.
ચોમાસું નક્કી સમય પહેલા આવવાનું કારણ શું છે ?
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન - વાવાઝોડું રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, "વાવાઝોડું રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.
જોકે વાવાઝોડું રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.
પૂર્વોત્તર રાજ્યોમાં લોકોના ગયા જીવ
ચક્રવાતી તોફાન રેમલે ઉત્તર-પૂર્વીય રાજ્યો (ઈશાન ભારત)માં ભારે વરસાદ અને ભૂસ્ખલન કર્યા છે. જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે. આ ઉપરાંત અનેક મકાનો પણ ધરાશાયી થયા છે.
મિઝોરમના આઈઝોલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને વરસાદને પગલે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. જ્યારે આસામમાં 4, નાગાલેન્ડમાં 4 અને મેઘાલયમાં 2 લોકોના મોત થયા છે.