Monsoon : આ વખતે ચોમાસાને કેમ થઈ રહ્યો છે વિલંબ? કારણ આવ્યુ સામે
હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ચોમાસા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. પરંતુ ચોમાસામાં વિલંબ થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
Monsoon come in india : કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ દેશવાસીઓને આ વખતે ચોમાસાની થોડી વધુ રાહ જોવી પડી શકે છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી આ વખતે મોડું થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં જ આ વખતે તેની ગતિ ધીમી રહેશે.
હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ચોમાસા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. પરંતુ ચોમાસામાં વિલંબ થશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છવાયા વાદળો
IMDનું કહેવું છે કે, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તેના પર વાદળો છવાયા છે. આ ઝડપી સાયક્લોનિક સર્ક્યુલેશન ઝડપથી કેરળના કિનારા તરફ ચોમાસું આગળ ધપાવે તેવી શક્યતા છે. જો કે, વિભાગે કહ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિમાં સુધારો થતાં ચોમાસું કેરળમાં દસ્તક દઈ શકે છે.
હવે કેરળમાં આ તરીખે પહોંચી શકે છે ચોમાસું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં 7 જૂને ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું.
એટલે આગાહી પડી ખોટી
હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે. ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે ટકરાશે, પરંતુ તે ખોટી નીકળી છે. આમ થવા પાછળ IMDએ કારણ આપ્યું છે. વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને જેનાથી ચોમાસાને અસર પહોંચી શકે છે.
ચોમાસું દરેક જગ્યાએ મોડું પડશે!
IMDએ કહ્યું હતું કે, કેરળમાં ચોમાસાના વિલંબના કારણે અન્ય ભાગોમાં પણ વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું છે કે, ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું શરૂ થાય તે જરૂરી નથી આ બાબત આગામી દિવસોમાં નિશ્ચિત થઈ જશે.
ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ, મેઘરાજાની મોડી એન્ટ્રીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી તાપમાનમાં વધારો નોંધાશે. તે જ સમયે, મોનસૂન પર અપડેટ આપતા, IMDએ કહ્યું કે તેની ગતિ પણ ધીમી પડી છે.
IMD અનુસાર ચોમાસું હજુ સુધી કેરળ અને અન્ય દરિયાકાંઠાના ભાગોમાં પહોંચ્યું નથી. વાસ્તવમાં કેરળમાં રવિવાર (4 જૂન)ના રોજ ચોમાસું દસ્તક આપવાનું હતું પરંતુ તેની શરૂઆત થઈ નથી. દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને આવે છે અને સાત દિવસ વહેલું અથવા સાત દિવસ પછી શરૂ થઈ શકે છે.