બાળકો માટે કોરોનાની વેક્સિન કેટલી અસરદાર, ટ્રાયલમાં શું આવ્યું પરિણામ, જાણો
મોર્ડનો કંપની દ્રારા બાળકો પર કરાયેલ વેક્સિન ટ્રાયલની વિસ્તૃત જાણકારી સામે આવી છે. આ ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3732 બાળકોને સામેલ કરાયા હતા. જેમાં 2488 બાળકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યાં હતા.
શિકાગો:મોર્ડના કંપનીની વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પ્રભાવી જોવા મળી છે. કંપનીએ બાળકો પર બીજા અને ત્રીજા ટ્રાયલના આધારે જણાવ્યું કે, વેક્સિન 100 ટકા બાળકો પર પ્રભાવી સાબિત થઇ છે. આ ટ્રાયલ 12થી 17 વર્ષના બાળકો પર કરવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે, બાળકો પર પણ બહુ જલ્દી કોવિડ વેક્સિનનું ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. ભારત સરકારે તેની મંજૂરી આપી છે.
મોર્ડનાએ કંપનીએ બાળકો પર કરેલા ટ્રાયલ વિશે માહિતા આપતા જણાવ્યું કે, આ ટ્રાયલ 12થી 17 વર્ષના બાળકો પર કરવામાં આવી હતી. જેમાં 3,732 બાળકોને સામેલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 2,488 બાળકોને વેક્સિનની બંને ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં કોરોનાના કોઇ લક્ષણ સામે નથી આવ્યાં. ટ્રાયલમાં એ પણ સામે આવ્યું છે કે, બાળકોને એક ડોઝ લગાવ્યાં બાદ મોર્ડનાનો પહેલો ડોઝ 93 ટકા પ્રભાવી છે.
યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ આ મહિનામાં 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોનોટેક રસીને મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં, જો મોડર્નાને મંજૂરી આપવામાં આવે તો તે અમેરિકાના કિશોરો માટે બીજી રસી હશે. ભારત માટે પણ આ એક સારા સમાચાર છે, કારણ કે નિષ્ણાતોના મતે, ત્રીજી તરંગમાં બાળકોને સૌથી વધુ અસર થઈ શકે છે. આ સ્થિતિમાં જો બાળકો માટેની વેક્સિન આવી જાય તો બાળકોમાં સંક્રમણની શક્યતાને ઘટાડી શકાય.
20 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
કુલ મોત - 3 લાખ 11 હજાર 591