શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PMOમાં કર્મચારીઓની સંખ્યાબળમાં 15 ટકાનો કરાયો ઘટાડો
આ અગાઉ વડાપ્રધાન મોદીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સનીબે દિવસની બેઠક બોલાવી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન ઓફિસમાં 15 ટકા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારા પર ભાર મુકવામાં આવ્યો છે. સૂત્રોના મતે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો હતો કે તે પોતાના મંત્રાલયોના ખર્ચમાં ઘટાડો કરે. વડાપ્રધાન મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સંકેત આપી ચૂક્યા છે કે કોઇ પણ પ્રકારના વધારાના ખર્ચને પ્રોત્સાહન આપવામાં નહી આવે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સનીબે દિવસની બેઠક બોલાવી છે.
આ બેઠક 3 જાન્યુઆરીની સાંજે છ વાગ્યાથી રાત્રે 9:30 સુધી ચાલશે. જ્યારે ચાર જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે બેઠક શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે. આશા રાખવામાં આવી રહી છે કે બેઠકમાં ચારથી પાંચ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન થશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીની સરકારેની નીતિઓ બનાવવા માટે ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવ્યું હતું. આ વિભાગોના સચિવ બેઠક દરમિયાન પ્રેઝન્ટેશન આપશે. તમામ મંત્રાલયોએ આગામી પાંચ વર્ષના પ્લાનિંગને લઇને પ્રેઝન્ટેશન આપવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion