શોધખોળ કરો
Advertisement
દેશમાં અત્યાર સુધીમાં છ કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા: ICMR
ભારતમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના નવા 97,894 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 51 લાખથી વધારે થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે અત્યાર સુધીમાં 6 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંદાન પરિષદ (આઈસીએમઆર)એ ગુરુવારે જણાવ્યું કે, 16 સપ્ટેમ્બર સુધી દેશમાં 6,05,65,728 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં 28 ઓગસ્ટ સુધી 4,04,06,609 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં છેલ્લા 20 દિવસમાં સરેરાશ પ્રતિ દિવસ 10 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઈસીએમઆરે કહ્યું, “બુધવારે કોવિડ-19 છે કે નહીં તે જાણવા માટે 11,36,613 ટેસ્ટ કરવામાં આવ્યા. ભારતે બે કરોડ ટેસ્ટ છેલ્લા 20 દિવસમાં કર્યા છે.”
ભારતમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના નવા 97,894 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 51 લાખથી વધારે થઈ ગઈ છે. જ્યારે ગુરુવાર સુધીમાં 40 લાખથી વધારે લોકો કોરોનાથી સાજા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફતી સવારે આઠ કલાકે બહાર પાડવામાં આવેલ એક રિસર્ચ આંકડા અનુસાર દેશમાં કોરોના અત્યાર સુધીમાં 51,18,253 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,132 લોકોના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 83,198 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement