શોધખોળ કરો
Advertisement
ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કહ્યું- રાહુલને રાખડી નથી બાંધતી પ્રિયંકા
વિશ્વાસ સારંગે કમલનાથ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ઇટાલીના રિત રિવાજ માનનાર નેતા જ્યારે સત્તામાં આવશે તો આવી જ તસવીરો સામે આવશે.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા વિશ્વાસ સારંગે શુક્રવારે કહ્યું કે, તેણે આજ સુધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેની બહેન કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રક્ષાબંધન તહેવારની ઉજવણી કરતી તસવીર નથી જોઈ. કોંગ્રેસે તેના જવાબમાં કહ્યું કે, તેમના નેતાઓએ તેની ધાર્મિકતા અને આસ્થા માટે ભાજપ પાસેથી પ્રમાણપત્રની જરૂરત નથી.
નરેલા વિધાનસભા ક્ષેત્રથી ભાજપ ધારાસભ્ય વિશ્વાસ સારંગે જાહેરાત કરી છે કે જો કોઈ રાહુલ ગાંધીની પ્રિયંકાના હાથેથી રાખડી બાંધતી તસવીર બહાર લાવશે તો તેને ઇનામ આપશે. વિશ્વાસ સારંગનું આ નિવેદન રક્ષાબંધનના પ્રસંગે મુખ્યમંત્રી કમલનાથે કેટલીક ખાસ મહિલાઓ પાસે રાખડી બાંધવાના મામલે આવ્યું છે. તમને જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસે પ્રિયંકા ગાંધીએ રાહુલ સાથે બાળપણની એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.
વિશ્વાસ સારંગે કમલનાથ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ઇટાલીના રિત રિવાજ માનનાર નેતા જ્યારે સત્તામાં આવશે તો આવી જ તસવીરો સામે આવશે. કોંગ્રેસના નેતાઓને રક્ષાબંધન સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ લોકો ઇટાલીની નીતિ માને છે.स्वयं को शिवभक्त कहने वाले #RahulGandhi और माँ गंगा की भक्त #PriyankaGandhi भारतीय सनातन संस्कृति में भाई-बहन के स्नेह के प्रतीक पर्व #RakshaBandhan के अवसर पर कहाँ गुम हो जाते हैं? कहाँ हैं प्रियंका जी और भाई राहुल?@BJP4India @AmitShah @blsanthosh @ANI
— Vishvas Sarang (@VishvasSarang) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement