(Source: ECI/ABP News/ABP Majha)
MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદી જાહેર કરી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શનિવારે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ રોહિત ગુપ્તાને ગ્વાલિયરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શનિવારે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ રોહિત ગુપ્તાને ગ્વાલિયરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સાગરથી મુકેશ કુમાર જૈનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજેશ કુમાર વર્માને જબલપુર કેન્ટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
📣Announcement 📣
— AAP (@AamAadmiParty) October 21, 2023
Third list of candidates for Madhya Pradesh Assembly Elections 2023 is here.
All the best to all the candidates ✌️🏻 pic.twitter.com/8Emu3Ynmwu
મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, જૌરા વિધાનસભાથી ભગવતી ધાકડ, ગોહદ યશવંત પટવારી, ગ્વાલિયર સુમિત પાલ, ગ્વાલિયર રોહિત ગુપ્તા, ગ્વાલિયર દક્ષિણ પંકજ ગુપ્તા, નારયૌલી અરવિંદ તોમર, સાગર મુકેશ કુમાર જૈન, બંદા સુધીર યાદવ, જથરા અનિતા પ્રભુલદયાલ ખત્રી, પૃથ્વીપુર ઉમા કુશવાહા, ખરગાપુર પ્યારેલાલ સોની, રાજનગર રાજુ પાલ, મૈહર બેજનાથ કુશવાહા, રામપુર શશી દીપક સિંહ બઘેલ, ત્યોંદર મહર્ષિ સિંહ, ગુડથી પ્રખર પ્રતાપસિંહ, મુરાવરથી સુનિલ મિશ્રા , જબલપુર કેન્ટથી રાજેશ કુમાર વર્મા ,શાહપુરાથી અમરસિંહ માર્કો. પરસવાડાથી શિવશંકર યાદવ, બાલાઘાટથી શિવ જાયવાલ, કટંગીથી પ્રશાંત મેશ્રામ, નરસિંહગઢથી હેમંત શર્મા, કાલાપીપલથી ચતુર્ભુજ તોમર, મનાવરથી લાલ સિંહ, ઈન્દોર-5થી વિનોદ ત્યાગી અને ઉજ્જૈન ઉત્તર ક્ષેત્રથી વિવેક યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
230 બેઠકો પર ઉમેદવારો
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની તમામ 230 સીટો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જો કે, બાકીની ઘણી બેઠકો પર હજુ ઉમેદવારો ઉતારવાના બાકી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષથી આમ આદમી પાર્ટી મધ્યપ્રદેશમાં ખૂબ જ સક્રિય છે, જ્યારે છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતાઓ રાજધાની ભોપાલમાં જ છે.
તમને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે કોંગ્રેસની પ્રથમ યાદી આવી હતી. પ્રથમ યાદીમાં અનેક બેઠકો પર વિરોધ અને બળવાને પગલે અનેક રાઉન્ડની બેઠકો બાદ આ નામો નક્કી કરવામાં આવ્યા હતા. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 69 ધારાસભ્યોને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાંચ ધારાસભ્યોની ટિકિટો કાપવામાં આવી હતી.