શોધખોળ કરો
મુંબઈ: ફોર્ટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 10 લોકનાં મોત, 20 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
ફોર્ટ વિસ્તારમાં જીપીઓ પાસે ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાંચ માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો.
મુંબઈ: મુંબઈ ફોર્ટ વિસ્તારમાં ગુરુવારે ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે અને ઘાયલ ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. ગત ગુરુવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ફોર્ટ વિસ્તારમાં જીપીઓ પાસે ભાનુશાળી નામની પાંચ માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. લગભગ 20 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું.
કાટમાળ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકાને જોતા ત્યાં તત્કાલ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે લગાવવામાં આવી હતી અને ઘટના સ્થેળની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે તથા અન્ય મંત્રીઓ સતત મુલાકાત લેવાનો દૌર ચાલુ રહ્યો અને જલ્દી રેસ્ક્યૂ ઓપરેશન કરી દટાયેલા લોકોને બચાવવાના આદેશ આપવામાં આવ્યા.
જણાવી દઈએ કે, આ ઈમારત અગાઉથી જ જર્જરીત હતી અને તેને મરમ્મત કરવાના આદેશ આપવા આવ્યા હતા અને બિલ્ડીંગમાં રહેતા મોટાભાગના લોકો ત્યાંથી જતા રહ્યાં હતા પરંતુ કેટલાક પરિવાર ત્યાંજ રહેતા હતા. ત્યાં રહેતા કેટલાક લોકોની માનીએ તો આ બિલ્ડીંગનું રિપેરિંગ કામ શરુ થવાનું હતું પરંતુ લોકડાઉન લાગું થતા ત્યાં રહેતા લોકો બીજી જગ્યાએ જઈ શક્યા નહોતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement