Mumbai Corona : બે જ દિવસમાં 16 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતાં તંત્ર થયું દોડતું
ઘનસોલી સ્થિત શેતકારી વિદ્યાલયના 16 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં આ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. એક વિદેશી વિદ્યાર્થીના કઝીન પોઝિટી આવ્યો છે.

મુંબઈઃ નવી મુંબઈની સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ઘનસોલી સ્થિત શેતકારી વિદ્યાલયના 16 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં આ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. એક વિદેશી વિદ્યાર્થીના કઝીન પોઝિટી આવ્યો છે. જોકે, વિદેશી છોકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ગઈ કાલે 375 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. આજે મનપા 600 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ કરશે. જેમાંથી 8મું ધોરણ અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ હશે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના નવા 8 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસ 100ને પાર થઈ ગયા છે. સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ યૂરોપ અને દુનિયાના અન્ય ભાગમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોએ બિનજરુરી મુસાફરી કરવાથી બચવું જોઈએ.
દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. આજે દેશમાં 22 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ પછી સંક્રમિતોની કુલ સંખ્યા 111 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 12, મહારાષ્ટ્રમાં 8 અને કેરળમાં બે કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ નવા વેરિઅન્ટ મહારાષ્ટ્રમાં છે. અહીં કુલ 40 લોકોમાં તેની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, દિલ્હીમાં 22 અને રાજસ્થાનમાં 17 કેસ સામે આવ્યા છે.
ઓમિક્રોનના સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે ઓમિક્રોન ફોર્મ યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવાની જરૂર છે. અધિકારીએ કહ્યું કે મોટા પાયે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સમગ્ર દેશમાં છે. દેશમાં ઓમિક્રોનના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટની એન્ટ્રી થઈ છે. ઝાંબીઆ ઈસ્ટ આફ્રિકાથી આવેલ દંપતીનો કોરોના ઓમીક્રોન સંક્રમિત છે.
નોન હાઈરિસ્ક દેશોમાંથી ઓમીક્રોન પોઝિટિવનો ગુજરાતનો પ્રથમ કેસ છે. 7 ડિસેમ્બરે દંપતી વડોદરામાં આવ્યું હતું. 12 ડિસેમ્બરે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં દંપતી રહે છે. પરિવારના લોકોના RTPCR રિપોર્ટ લઈ સેમ્પલ લેબમાં મોકલાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
