ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા
મુંબઇમાં કોરોનાના નવા કેસમા સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મુંબઇમાં 24 કલાકમાં 5428 કોરોનાના નવા કેસ નોંધાયા છે.
Coronavirus Cases In Mumbai: મુંબઇમાં કોરોનાના નવા કેસમા સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મુંબઇમાં 24 કલાકમાં 5428 કોરોનાના નવા કેસ નોંધાયા છે. ગુરુવારે 3671 કેસ નોંધાયા હતા. આખા મહારાષ્ટ્રમાં 8067 નવા કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે મુંબઇ પોલીસે 15 જાન્યુઆરી સુધી સાંજે પાંચ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી બીચ, ખુલ્લા મેદાનો, બગીચાઓ, આ પ્રકારના અન્ય સાર્વજનિક સ્થળો પર લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નાયબ પોલીસ કમિશનર (ઓપરેશન્સ) એસ ચૈતન્યે આ સંબંધમાં આદેશ જાહેર કર્યો છે જે શુક્રવારે બપોરે એક વાગ્યાથી લાગુ થઇ ગયો છે જે 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના અને ઓમિક્રોનના સતત કેસ વધી રહ્યા છે જેના કારણે મહામારીનો ખતરો હજુ પણ છે. લોકોના સ્વાસ્થ્ય પર કોઇ ખતરો ના થાય તે માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. લગ્નસમારંભમાં મહત્તમ 50 વ્યક્તિ જ સામેલ થઇ શકશે.
મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. હાલમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ માનવામા આવી રહ્યું છે.
smartphones of 2021:આ વર્ષે આ સ્માર્ટ ફોને બજારમાં મચાવી ધૂમ, જુઓ યાદી
Hyundai Tucson ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, 10.25 ઇંચ સ્ક્રીન સાથે મળી શકે છે આ પાવરફુલ એન્જિન