(Source: ECI/ABP News/ABP Majha)
Mumbai : મુંબઈ પોલીસે નાગરિકો માટે શરૂ કરી અનોખી ‘સન્ડે સ્ટ્રીટ’, જાણો આ સ્ટ્રીટ વિશે
Sunday Street : અધિકારીએ કહ્યું કે પોલીસે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકની અવરજવર માટે વ્યવસ્થા કરી છે.
Mumbai : મુંબઈ પોલીસે નાગરિકોને સ્વસ્થ રાખવા અને તેમના માટે મનોરંજક પ્રવૃત્તિઓ માટે ઘરની બહાર નીકળવા પ્રોત્સાહિત કરવા 'સન્ડે સ્ટ્રીટ' પહેલ શરૂ કરી છે. આ પહેલના ભાગરૂપે, કેટલાક રસ્તાઓ પર દર સપ્તાહના અંતમાં થોડા કલાકો માટે વાહનોની અવરજવર માટે બંધ રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકો રવિવારે તેમના બાળકો અને પ્રિયજનો સાથે યોગ, સાયકલ, સ્કેટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે બહાર જઈ શકે છે.
કેટલાક વિસ્તારોમાં 10 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે
તેમણે કહ્યું કે આ પહેલના ભાગરૂપે આ સપ્તાહના અંતમાં નરીમાન પોઈન્ટ ખાતે દોરાભાઈ ટાટા રોડ, બાંદ્રામાં કાર્ટર રોડ, ગોરેગાંવમાં માઇન્ડ સ્પેસ રોડ, અંધેરીના ડીએન નગરમાં લોખંડવાલા રોડ, મુલુંડમાં તાનસા પાઈપલાઈન રોડ અને વિક્રોલી વિસ્તારમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારે 6 થી 10 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
Thank you for participating in #SundayStreets initiative - Gr8 to see enthusiastic #Mumbaikars! https://t.co/K7sj856eWI
— Mumbai Police (@MumbaiPolice) March 27, 2022
નાગરિકો માટે એમ્બ્યુલન્સ અને મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થા
અધિકારીએ કહ્યું કે પોલીસે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકની અવરજવર માટે વ્યવસ્થા કરી છે. ઘણા લોકો સવારમાં રસ્તાઓ પર કસરત કરતા, દોડતા અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ નાગરિકો માટે એમ્બ્યુલન્સ અને મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થા કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. નાગરિકોને આ સમયગાળા દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
કાંદિવલીમાં એક ઇમારત ધરાશાયી, એકનું મોત, બે લોકો ઈજાગ્રસ્ત
મુંબઈના કાંદિવલી એરિયામાં એક ઇમારત ધરાશાયી થઇ હોવાના સમાચાર છે. ઇમારત પડવાની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટનાને પગલે પોલીસ કાફલો તેમજ ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
આ ઘટના મુંબઈના પશ્ચિમ ઉપનગર કાંદિવલી પશ્ચિમમાં ઘટી હતી. કાંદિવલી પશ્ચિમના ઈસ્લામ કમ્પાઉન્ડમાં ઉત્તર ભારતીય સેવા સંઘની ચાલીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર વધુ એક માળનું બનેલું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. જ્યાં આ મકાન છે ત્યાં જેસીબીની મદદથી ગટર ખોદવાનું કામ શરૂ કરાયું હતું. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આથી આમાં મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે.