શોધખોળ કરો
Advertisement
મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ
મુંબઈ ડિવીઝનમાં ભારે વરસાદના કારણે બે ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે 9 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જેના કારણે હજારો મુસાફરો પ્રભાવિત થયા છે.
અમદાવાદઃ મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર ભારે વરસાદથી બેહાલ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ ટાપુ બની ગયા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. જેમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ સાથે નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે.
સેન્ટ્રલ રેલવે અંતર્ગત આવતા મુંબઈ ડિવીઝનમાં ભારે વરસાદના કારણે બે ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે 9 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જેના કારણે હજારો મુસાફરો પ્રભાવિત થયા છે. અમદાવાદ અને પુણે વચ્ચે દોડતી દુરંતો એક્સપ્રેસ 27 અને 28 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી ગુજરાત આવતી ઘણી ટ્રેનો વિલંબથી દોડી રહી છે. આ ઉપરાંત મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેન પણ મોડી દોડી રહી છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પીઆરઓના કહેવા મુજબ, અત્યાર સુધીમાં 24 ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. જેમાંથી 7 કેન્સલ કરવામાં આવી છે અને 9નો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફ્લાઇટ નિર્ધારીત સમય કરતાં વિલંબથી ચલી રહી છે.Central Railway: 3 trains short terminated, 2 trains cancelled, & 9 trains diverted due to heavy rainfall and water logging on Mumbai Division of Central Railway. pic.twitter.com/TTXBpEgwPg
— ANI (@ANI) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement