શોધખોળ કરો
‘ગો કોરોના ગો’નો નારો આપનાર મોદી સરકારના મંત્રી જ આવી ગયા કોરોનાની ઝપેટમાં, ટ્વીટ કરીને આપીને જાણકારી
રામદાવ અઠાવલે પોતાની પત્નીની સાથે મુંબઈની એક હોસ્પિટલ જઈ રહ્યા છે.

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રમાં રિપબલ્કિન પાર્ટી ઓફ ઇન્ડિયા-એ (આરપીઆઈ)ના અધ્યક્ષ રામદાવ અઠાવલેનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રામદાવ અઠાવલે પોતાની પત્નીની સાથે મુંબઈની એક હોસ્પિટલ જઈ રહ્યા છે. જ્યાં તેમને દાખલ કરવામાં આવશે. રામદાસ અઠાવલેએ લોકડાઉન દ રમિયાન ‘ગો કોરોના ગો’નો નારો આપ્યો હતો.
ટ્વીટ કરીને આપી જાણકારી
રામદાસ અઠાવલેએ મરાઠીમાં ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અઠાવલેએ કહ્યું કે, “મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે હું હોસ્પિટલમાં દાખલ થઈને ડોક્ટરની સલાહનું પાલન કરીશ. જો કોઈપણ મારા સંપર્કમાં આવ્યા હોય, તે પોતાનો કોરોના ટેસ્ટ જરૂર કરાવી લે. હાલમાં તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે.”माझी कोरोनाची चाचणी पॉझिटिव्ह आली आहे. खबरदारी चा उपाय म्हणून रुग्णालयात दाखल होण्याचा वैद्यकीय सल्ला पाळणार आहे. या दरम्यान माझ्या संपर्कात आलेल्यांनी खबरदारी म्हणून आपली कोरोना चाचणी करून घ्यावी. प्रकृती चांगली आहे. काळजी नसावी. सध्याचे नोयोजित कार्यक्रम रद्द केले आहेत.
— Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 27, 2020
વધુ વાંચો





















