શોધખોળ કરો
દિલ્લીમાં આપ અને એલજી વચ્ચે ફરી જંગ થશે, શુંગૂલ કમિટિએ સોંપ્યો રિપોર્ટ

નવી દિલ્લી: દિલ્લી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ફરિ એકવાર જંગ શરૂ થવાના અણસાર જોવા મળી રહ્યા છે. દિલ્લી સરકારના નિર્ણયો સાથે જોડાયેલી આશરે 400 ફાઈલ તપાસ માટે બનેલી શુંગલૂ કમિટિએ પોતાની રિર્પોટ એલજી નજીબ જંગને સોંપી છે. દિલ્લી હાઈકોર્ટના આદેશ બાદ એલજી એ શુંગૂલ કમિટિની રચના કરી હતી, જેને કેજરીવાલ સરકારે અસંવૈધાનિક કરાર કહિ હતી. સુત્રોની જાણકારી મુજબ હાલ શુંગૂલ કમિટિના રિર્પોટનું એલજી અધ્યયન કરી રહ્યા છે. થોડા સમયમાં આ મામાલે નિર્ણય જાહેર કરી શકે છે. દિલ્લીમાં અધિકાર ક્ષેત્ર પર કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચેની જંગ કોઈથી છૂપાયેલી નથી. હાઈકોર્ટના નિર્મય બાદ દિલ્લી સરકારના પ્રમુખ સચિવો અને વિભાગ અધ્યક્ષોને ઉપરાજ્યપાલ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ આવા મામલે સમિક્ષા કરે, જેમાં નિયમો મુજબ તેમની અનુમતિ જરૂરિ હતી, પરંતુ મંજુરી નથી લેવામાં આવી. ત્યારબાદ આશરે 400 ફાઈલ ઉપરાજ્યપાલ પાસે મંજુરી માટે મોકલવામાં આવી છે.
વધુ વાંચો




















