શોધખોળ કરો

સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત

આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે અને તેને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે. કેટલું છે ભાડું સરકાર ટ્રમ્પના કાર્યક્રમને યાદગાર બનાવવા કોઇ કસર છોડવા નથી માંગતી. દિલ્હીમાં ટ્રમ્પ મૌર્યા હોટલમાં રોકાશે. મૌર્યા હોટલના પ્રેસિડેન્શિયલ ફ્લોર પર ચાણક્ય સુઇટ બુક કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ચાણક્ય સુઇટમાં એક રાત રોકવાનું ભાડું 8 લાખ રૂપિયા છે. આ સુઇટને 4600 સ્કવેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે. ગોલ્ડ પ્લેટ થાળીમાં જમશે ટ્રમ્પ દંપતિ ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે. ડિનર અને ટી સેટમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. અરૂણ પાબૂવાલે જણાવ્યું કે આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે. તેમાં ટી કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સેટને ટ્રમ્પ કલેકશન નામ આપવામાં આવ્યું આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે. આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે. પાબૂવાલે જણાવ્યું કે આ સમગ્ર સેટ બનાવવામાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો હતો. તેમાં અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લે તેમને અસલી સોના અને ચાંદીની લેયરથી સજાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget