શોધખોળ કરો

નાંદેડમાં સાધુની હત્યા મામલે આરોપીની ધરપકડ, પોલીસે કહ્યું- લૂંટફાટ બની હત્યાનું કારણ

નાંદેડના એસપી વિજયકુમારે જણાવ્યું કે, સાધુ પર મરચાનો પાવડર નાંખી ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુની હત્યા મામલે આરોપી સાઈનાથ લંગોટેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ લૂંટફાટ બની. આરોપી સાધુનો ભક્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ લૂંટફાટના ઈરાદે તેણે સાધુની હત્યા કરી હતી. નાંદેડેના ઉમરી તાલુકાના નાગઠાના વિસ્તારમાં ઘટના બની હતી. નાંદેડના એસપી વિજયકુમારે જણાવ્યું કે, સાધુ પર મરચાનો પાવડર નાંખી ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપી શબની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. તે ગાડીમાં સાધુનો મૃતદેહ લઈ જઈ રહ્યો હતો. પરંતુ ગાડી મઠના ગેટ સાથે અથડાયા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી સાધુના રૂપિયા અને લેપટોપ બધુ લઈને ભાગી રહ્યો હતો. આરોપી શબ લઈને કેમ ભાગી રહ્યો હતો આ એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે લૂંટફાટના ઈરાદે ઘટનાને અંજામ આપ્યો હતો. નાંદેડ પોલીસના જણાવ્યા પ્રમાણે ગત રાતે 12 થી સાડા 12 વચ્ચે હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. મોડી રાતે સાધુ બાલબ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરવામાં આવી હતી અને ભગવાન શિંદે નામના વ્યક્તિની લાશ પણ આશ્રમમાંથી મળી હતી. ભગવાન શિંદે શિવાચાર્યનો સેવક હોવાનું જાણવા મળ્યું છે. બીજેપી નેતા રામ કદમે સાધુઓની હત્યા પર સવાલ ઉઠાવીને કહ્યું, રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ પહેલા પાલઘરમાં 70 વર્ષીય કલ્પવૃક્ષનાથગિરી અને 35 વર્ષના સુશીલગિરી નામના 2 સાધુ તથા તેમના 32 વર્ષના ડ્રાઈવર નીલેશ તેલગડેની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે 110 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 9 સગીર હોવાના કારણે તેમને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત 2 પોલીસકર્મીને આ મામલે બેદરકારી દાખવવા મુદ્દે મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Embed widget