શોધખોળ કરો

PM Modi Swearing In: 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...' ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા મોદી

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ બાદ ભારતને નવી સરકાર મળી છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...' 

PM Modi Oath Taking Ceremony:  'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...' નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ બાદ ભારતને નવી સરકાર મળી છે. 

RSSના પ્રચારક રહ્યા હતા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નોંધપાત્ર સમય પસાર કર્યો છે, તેઓ 8 વર્ષની વયે બાલ સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા. 1985માં અનામત વિરોધી ચળવળ દરમિયાન સંઘે ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર તેના પ્રચારકોની નિમણૂક કરી હતી. 1987માં તેમને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય સફર

7મી ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.  ત્યારબાદ 2002માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા હતા. . નરેન્દ્ર મોદીના જીવનની એ પ્રથમ ચૂંટણી હતી.  તે પહેલાં મોદીએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ના હતી.  પહેલી ચૂંટણી નરેન્દ્ર મોદી 14728 મતોની લીડથી જીત્યા હતા.  વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી વારાણસીથી લડ્યા અને તે ચૂંટણી તેઓ 1.52 લાખના મતની લીડથી જીત્યા હતા.  રાજકોટથી લઇને વારાણસી સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ નરેન્દ્ર મોદી જીતતા રહ્યા છે. 

નરેન્દ્ર મોદીનું બાળપણ ઘણું સંઘર્ષમય રહ્યું છે. તેઓ માટીથી બનેલી દીવાલો અને નળીયાવાળા નાનકડા મકાનમાં રહેતા હતા. નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવે સ્ટેશનની સામે ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી લગભગ છ વર્ષના હશે, જ્યારે તેમણે પિતાને આ દુકાનમાં મદદ કરવાનું શરૂ કર્યું.

નવી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘના નેતાઓ, અટલ અને અડવાણીજીને કેબિનેટમાં મહત્વની જવાબદારીઓ મળી. નરેન્દ્ર મોદીના સંગઠનાત્મક કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી સંઘના કામમાં વ્યસ્ત હતા. તેઓ 1987માં ભાજપમાં જોડાયા હતા. બાદમાં મોદીને વરિષ્ઠ નેતાઓ તરફથી પાર્ટીમાં મોટી જવાબદારીઓ મળી.

1988-89 દરમિયાન નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપમાં મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી મોદીની રાજકીય સફર ઝડપથી આગળ વધી. વર્ષ 1990માં તેમણે લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. 1995માં તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget